ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જાહેરાતમાં જણાવ્યું કે, ‘બીસીસીઆઈ અને અમીરાત ક્રિકેટ બોર્ડે આજે સંયુક્ત અરબ અમીરાતના એશિયા કપના યજમાની માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.’આ સમજૂતી પર દુબઈમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા જેમાં બીસીસીઆઈના પ્રતિનિધિત્વ કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી અને મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરીએ કર્યા હતા. અમીરાત ક્રિકેટ બોર્ડના ચેરમેન શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહયાને હસ્તાક્ષર કર્યા હતા.
2/5
એશિયા કપમાં અફગાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં છઠ્ઠી ટીમ એશિયા ક્રિકેટ પરિષદ ક્વાલિફાયર ટૂર્નામેન્ટની વિજેતા હશે. ટૂર્નામેન્ટનું આયોજન 15 થી 28 સપ્ટેમ્બર સુધી અબૂધાબી અને દુબઈમાં કરવામાં આવશે.
3/5
પહેલા આ ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં થવાનું હતું જેમાં બીસીસીઆઈ યજમાનની ભૂમિકામાં હતું પરંતુ પાડોશી દેશ વચ્ચે રાજનીતિક સ્થિતિને જોતા પાકિસ્તાનની ભાગીદારી એક મહત્વનો મુદ્દો હતો. બીસીસીઆઈ પાકિસ્તાનની ભાગીદારી માટે સરકારી સુરક્ષા એજન્સીઓ પાસેથી સંબંધિત મંજૂરી પ્રાપ્ત કરી શક્યું નથી. તેથી તમામ મેચો હવે અમિરાતમાં રમાશે.
4/5
બીસીસીઆઈની કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી કહ્યું કે, બીસીસીઆઈ તરફથી 2018 એશિયા કપની મેજબાની કરવા માટે અમીરાત ક્રિકેટ બોર્ડનો આભારી છે. મને વિશ્વાસ છે કે આખી દુનિયાના ક્રિકેટ ચાહકો આ ટૂર્નામેન્ટની દરેક પળનો આનંદ માણશે.
5/5
નવી દિલ્હી: એશિયાકપ 2018ના યજમાની માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. આ વર્ષે ભારત નહીં પણ સંયુક્ત અરબ અમીરાત એશિયાકપ ટૂર્નામેન્ટની યજમાની કરશે. બીસીસીઆઈએ અધિકારિક રીતે ટૂર્નામેન્ટની યજમાનનો અધિકાર અમીરાત ક્રિકેટ બોર્ડને સોંપી દીધો છે.