શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન પાસેથી છીનવાઈ એશિયા કપની યજમાની, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનમાં રમવાનો કર્યો હતો ઈનકાર
ઓસ્ટ્રેલિયામાં રમાનારા T-20 વર્લ્ડકપના એક મહિના પહેલા યોજાનારી આ મોટી ટુર્નામેન્ટના વૈકલ્પિક સ્થળની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ફેબ્રુઆરીમાં ટુર્નામેન્ટના નવા સ્થળની જાહેરાત કરવામાં આવશે.
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે ત્યારે હવે ક્રિકેટના મેદાનમાં પણ તેમને વધુ એક ફટકો લાગ્યો છે. સપ્ટેમ્બર 2020માં રમાનારા એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનમાં મેચ રમવાનો ઈન્કાર કર્યા બાદ આ પગલું લેવામાં લેવામાં આવ્યું છે.
વાંચોઃ રાજકોટમાં વિજય રૂપાણી નીહાળશે ભારત-ઓસ્ટ્રેલિયા મુકાબલો, પાણીની બોટલ પણ નહીં લઈ શકાય અંદર, જાણો વિગત
ઓસ્ટ્રેલિયામાં રમાનારા T-20 વર્લ્ડકપના એક મહિના પહેલા યોજાનારી આ મોટી ટુર્નામેન્ટના વૈકલ્પિક સ્થળની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ફેબ્રુઆરીમાં ટુર્નામેન્ટના નવા સ્થળની જાહેરાત કરવામાં આવશે. હવે એશિયા કપ બાંગ્લાદેશ, શ્રીલંકા કે દુબઈમાં રમાશે. આ વખતે ક્રિકેટનું ફોર્મેટ ટી-20 રહેશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો હિસ્સો લેશે.
વાંચોઃ ટીમ ઈન્ડિયાના 87 વર્ષીય ગુજરાતી ફેન ચારુલતા પટેલનું નિધન, વર્લ્ડકપમાં રોહિત-કોહલીને આપ્યા હતા આશીર્વાદ
પાકિસ્તાનમાં છેલ્લી વખત એશિયા કપ 2008માં રમાયો હતો. જે બાદ પાકિસ્તાનમાં ક્યારેય એશિયા કપ રમાયો નથી. 2018માં દુબઈમાં રમાયેલા એશિયા કપમાં ભારત વિજેતા બન્યું હતું. ભારત સતત બે વખત એશિયા કપનો ખિતાબ તેના નામ કરી ચુક્યુ છે.
વાંચોઃ ઈમામની ‘પત્ની’ નીકળી પુરુષ, લગ્નના બે અઠવાડિયા બાદ આ રીતે થયો ખુલાસો, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion