શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં વિજય રૂપાણી નીહાળશે ભારત-ઓસ્ટ્રેલિયા મુકાબલો, પાણીની બોટલ પણ નહીં લઈ શકાય અંદર, જાણો વિગત
મેચ દરમિયાન 30 હજાર ક્રિકેટ રસિકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે, સુરક્ષાને ધ્યાનમાં રાખી કેમેરા, માચીસ, સિગારેટ, પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંડેરી સ્ટેડિયમમાં શુક્રવારે બપોરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડે મેચની શ્રેણી પૈકીની બીજી મેચ રમાશે. બંને ટીમો બુધવારે રાજકોટ પહોંચી ગઈ છે. રાજકોટમાં રમાનારી વન ડેને લઈ સ્ટેડિયમ સહિત શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેને લઈ આજે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પત્રકાર પરિષદ કરી હતી.
જેમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ક્રિકેટ મેચમાં ઉપસ્થિત રહેશે. સાંજે 7 વાગ્યે તેઓ ગ્રાઉન્ડમાં હાજરી આપશે. 450 પોલીસ કર્મીઓ અને 250 જેટલા પ્રાઇવેટ સિક્યોરિટી હાજર રહેશે. ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો કરશે બંદોબસ્ત કરશે. 2 પોલીસ ચોકી મેચ દરમિયાન કાર્યરત રહેશે.
મેચ દરમિયાન 30 હજાર ક્રિકેટ રસિકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે, સુરક્ષાને ધ્યાનમાં રાખી કેમેરા, માચીસ, સિગારેટ, પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત ગ્રાઉન્ડની બાઉન્ડરીથી પ્રેક્ષકોને અંદર પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ પ્રેક્ષક આવી હરકત કરશે તો તેમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
મેચ નીહાળવા આવતા પ્રેક્ષકોને લઈ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે રાજકોટથી જામનગર તરફ જતા મોટા વાહનો માટે મોરબી રોડ અને જામનગરથી રાજકોટ તરફ આવતા વાહનોને પડધરીના મોવીયા સર્કલ થઈ રોડ ડાયવર્ટ કરવામાં આવશે.
ટીમ ઈન્ડિયાના 87 વર્ષીય ગુજરાતી ફેન ચારુલતા પટેલનું નિધન, વર્લ્ડકપમાં રોહિત-કોહલીને આપ્યા હતા આશીર્વાદ
ઈમામની ‘પત્ની’ નીકળી પુરુષ, લગ્નના બે અઠવાડિયા બાદ આ રીતે થયો ખુલાસો, જાણો વિગતે
ઈન્દિરા ગાંધી પર સંજય રાઉતના નિવેદન બાદ કોંગ્રેસે કહ્યું- પૂરાવા આપો, ભાજપે કહ્યું- કોંગ્રેસ-અંડરવર્લ્ડનો જૂનો સંબંધ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion