Asian Games 2023: લવલીનાએ બોક્સિંગમાં જીત્યો સિલ્વર મેડલ, ચીનની ખેલાડીએ જીત્યો ગોલ્ડ
Asian Games 2023: બાકીના બે રાઉન્ડમાં ચીનની ખેલાડીએ વધુ સારું રમીને મેચ સરળતાથી જીતી લીધી હતી.
Asian Games 2023: લવલિના બોરગોહેને મહિલાઓની 75 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં તે ચીનની લી સામે હારી ગઈ હતી. પ્રારંભિક રાઉન્ડમાં બંને જોરદાર ટક્કર જોવા મળી હતી. જોકે, બાકીના બે રાઉન્ડમાં ચીનની ખેલાડીએ વધુ સારું રમીને મેચ સરળતાથી જીતી લીધી હતી.
SHINING SILVER🥈 FOR LOVLINA🌟
— SAI Media (@Media_SAI) October 4, 2023
🇮🇳's Boxer and #TOPSchemeAthlete @LovlinaBorgohai wins the SILVER 🥈medal in the Women's 75 kg category 🇮🇳🏅
Her incredible prowess in the ring shines brighter than ever. Let's give her a thunderous round of applause! 🥳💪
Congratulations,… pic.twitter.com/i0qSwfD51o
આજે ભારતને 2023 એશિયન ગેમ્સમાં તેનો પાંચમો મેડલ મળ્યો છે. લવલિના બોરગોહેને મહિલાઓની 75 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં લવલીના હારી ગઈ હતી અને પછી તેને સિલ્વર મળ્યો હતો.
ભારતીય બોક્સર પરવીન હુડ્ડાને સેમિફાઈનલમાં હાર્યા બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મહિલાઓની 57 કિગ્રા વજન વર્ગમાં પ્રવીણને ચાઈનીઝ તાઈપેની લિન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
સ્ક્વોશમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અનાહત સિંહ અને અભય સિંહની મિક્સ ડબલ્સની જોડી સેમિફાઈનલમાં હારી ગઈ હતી. જેના કારણે તેઓને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મિક્સ્ડ ડબલ્સની સેમિફાઇનલમાં મલેશિયાની જોડીએ ભારતીય જોડીને 11-8, 2-11, 9-11થી પરાજય આપ્યો હતો.
ભારતની દીપિકા પલ્લીકલ અને હરિન્દર પાલ સિંહે મિક્સ્ડ ડબલ્સ સ્ક્વોશની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય જોડીએ જોરદાર વાપસી કરી હતી અને પ્રથમ સેટ ગુમાવ્યા બાદ સેમિફાઇનલમાં હોંગકોંગ સામે જીત મેળવી હતી. આ સાથે ભારતીય ટીમે મેડલ નિશ્ચિત કરી લીધો છે.
જ્યોતિ વેનમ અને ઓજસ દેવતાલેની ભારતીય મિશ્રિત ટીમે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યોતિ અને ઓજસ દેવતાલેની જોડીએ ફાઈનલમાં કોરિયન જોડીને 159-158થી હરાવીને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતે જાકાર્તામાં 70 મેડલ જીતવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. મંજૂ રાની અને રામ બાબુની જોડીએ મિક્સ્ડ 35 કિમીની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ભારતીય જોડીએ 35 કિલોમીટર વૉકિંગ રેસ ઈવેન્ટમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2023 એશિયન ગેમ્સમાં ભારતનો આ 70મો મેડલ છે. મંજુ રાની અને રામ બાબુએ 35 કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો છે