ત્રીજી ટેસ્ટમાં પણ લાયન પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવતી હતી. પરંતુ મેલબોર્નમાં ભારતીય બેટ્સમેનોએ તેને જરા પણ તક આપી નહોતી અને પ્રથમ વિકેટ લેવા માટે 39.5 ઓવર એટલે કે 239 બોલ ફેંકવા પડ્યા હતા. લાયને રહાણેને આઉટ કરવાની સાથે ઈનિંગમાં પ્રથમ વિકેટ ઝડપી હતી. આ પહેલા લાયને પ્રથમ વિકેટ ઝડપવા માટે 2017માં રાંચીમાં 42.2 ઓવર ફેંકવી પડી હતી.
2/4
મેલબોર્નઃ ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં છે. 4 મેચની પ્રથમ બે ટેસ્ટ બાદ બંને ટીમો 1-1ની બરોબરી પર છે. પ્રથમ બે ટેસ્ટ દરમિયાન ભારતીય ટીમ પર ઓસ્ટ્રેલિયાનો સ્પિનર નાથન લાયન ભારે પડ્યો હતો. તેણે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 28 ઓવરમાં 83 રન આપી 2 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં 42 ઓવરમાં 122 રન આપી 6 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારતનો 31 રન વિજય થયો હતો.
3/4
પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ લાયને પ્રથમ ઈનિંગમાં 34.5 ઓવરમાં 67 રન આપી 5 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઈનિંગમાં 19 ઓવરમાં 39 રનમાં 3 વિકેટ ખેરવી ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાનો ભારત સામે 146 રનથી વિજય થયો હતો અને લાયન મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
4/4
લાયને રહાણેને ટેસ્ટમાં 9મી વખત આઉટ કર્યો હતો. લાયન પૂજારાને 8 વખત આઉટ કરી ચુક્યો છે.