શોધખોળ કરો
પોતાના જન્મદિવસ પર બેડમિંટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ આ અભિનેતા સાથે કરી સગાઈ, જુઓ તસવીરો
આ વર્ષની શરૂઆતમાં જ જ્વાલાએ ટ્વિટરના માધ્યમથી વિશાલ સાથે પોતાના સંબંધો અંગે જાણકારી આપી હતી.
નવી દિલ્હી: ભારતીય બેડમિંટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ સોમવારે તેના 37માં જન્મદિવસ પર અભિનેતા વિષ્ણુ વિશાલ સાથે સગાઈ કરી છે. જ્વાલા ગુટ્ટાએ બોયફ્રેન્ડ વિષ્ણુ વિશાલ સાથે સગાઈ કરી પોતાના જન્મદિવસને ખાસ બનાવ્યો છે. વિશાલ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર છે. આ વર્ષની શરૂઆતમાં જ જ્વાલાએ ટ્વિટરના માધ્યમથી વિશાલ સાથે પોતાના સંબંધો અંગે જાણકારી આપી હતી.
વિશાલે સોશિયલ મીડિયામાં સગાઈની તસવીરો શેર કરતા લખ્યું, 'જન્મદિવસની શુભકામનાઓ જ્વાલા. નવી જિંદગીની શરૂઆત. સકારાત્મક થઈને આપણા પરિવાર, મિત્રો અને નજીકના લોકો માટે સારા ભવિષ્યની દિશામાં કામ કરીએ. તમારા બધાના પ્રેમ અને આર્શીવાદની જરૂર છે.'
ભારતીય બેડમિંટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ પણ અભિનેતા વિષ્ણુ વિશાલના પોસ્ટનો જવાબ આપતા દિલની ઈમોજી શેર કરતા લખ્યું, 'નવી શરૂઆત માટે ચીયર્સ.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
બજેટ 2025
Advertisement