Wrestler: બ્રિજભૂષણ સામે મોરચો માંડનાર બજરંગ પુનિયા નહીં રમી શકે પેરિસ ઓલિમ્પિક, બે પહેલવાનો થયા બહાર
Bajrang Punia and Ravi Dahiya: ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર બજરંગ પુનિયા અને રવિ દહિયા આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે પસંદગી ટ્રાયલ્સમાં પોતપોતાની મેચો હારી જતાં પેરિસ ઓલિમ્પિક ક્વોલિફિકેશનની રેસમાંથી બહાર થઈ ગયા છે.
Bajrang Punia and Ravi Dahiya: ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર બજરંગ પુનિયા અને રવિ દહિયા આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે પસંદગી ટ્રાયલ્સમાં પોતપોતાની મેચો હારી જતાં પેરિસ ઓલિમ્પિક ક્વોલિફિકેશનની રેસમાંથી બહાર થઈ ગયા છે. બજરંગ પુનિયા ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધનો અગ્રણી ચહેરો હતો. તેને પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રાની સેમિફાઇનલમાં રોહિત કુમાર સામે 1-9થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ, તે રવિન્દર સામે માંડમાંડ જીત નોંધાવવામાં સફળ રહ્યો હતો. જો રવિન્દરે મેચમાં ચેતવણીના કારણે પોઈન્ટ ગુમાવ્યો ન હોત તો પુનિયા પહેલી જ મેચમાં આઉટ થઈ ગયો હોત.
Tokyo Olympic medallists Ravi Dahiya and Bajrang Punia go out of contention for 2024 Paris Olympics qualification after losing selection trials. #Indianwrestling pic.twitter.com/FkEnx5EwyQ
— Press Trust of India (@PTI_News) March 10, 2024
બજરંગ રશિયામાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો
બજરંગ પુનિયા બહાર થયા બાદ ગુસ્સામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના કેન્દ્રમાંથી નિકળી ગયો. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)ના અધિકારીઓએ પુનિયા પાસેથી ડોપ ટેસ્ટ માટે સેમ્પલ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ત્રીજા-ચોથા સ્થાનની સ્પર્ધા માટે પણ રોકાયો નહોતો. પુનિયાએ ટ્રાયલની તૈયારી માટે રશિયામાં ટ્રેનિંગ લીધી હતી. જોકે પુનિયાએ દિલ્હી હાઈકોર્ટમાં કેસ જીતી લીધો હતો અને કહ્યું હતું કે સસ્પેન્ડેડ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) પાસે ટ્રાયલ ચલાવવાની કોઈ સત્તા નથી.
રવિ દહિયા બે મેચ હારી ગયો
ટોક્યો સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયા અને સ્ટાર-ઇન-ધ-મેકિંગ અમન સેહરાવત બંને દાવેદાર હતા, કારણ કે પુરુષોની 57 કિગ્રા હંમેશા અઘરી કેટેગરી હતી. ઈજામાંથી પરત ફરી રહેલા દહિયાનો હાઈ સ્કોરિંગ ઓપનિંગ મેચમાં અમન સામે 13-14થી પરાજય થયો હતો. બંને છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરે છે. અમન એ 2023માં લગભગ તમામ ટુર્નામેન્ટમાં મેડલ જીતીને પોતાનું નામ બનાવ્યું છે. આ ટ્રાયલ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ની એડ-હોક પેનલ દ્વારા કરવામાં આવી રહી છે.
એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા અમને છેલ્લી ઘડીમાં દહિયાના દબાણને નિષ્ફળ બનાવતા મેચ જીતી લીધી. દહિયા આગામી મુકાબલામાં U-20 એશિયન ચેમ્પિયન ઉદિત સામે હારી ગયો અને બહાર થઈ ગયો. ટ્રાયલના વિજેતાઓને એશિયન અને વર્લ્ડ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ભાગ લેવાની તક મળશે. ભારતે અત્યાર સુધી અંતિમ પંધાલ (મહિલા 53 કિગ્રા) દ્વારા પેરિસ ગેમ્સ માટે માત્ર એક જ ક્વોટા મેળવ્યો છે.