મનોજ પર આરોપ છે કે, તેણે 2014માં કુચ બીહાર ટ્રોફી માટે 1997માં જન્મ થયાનું દર્શાવ્યું હતું. જ્યારે આ વખતે જમા કરાવવામાં આવેલ સર્ટિફિકેટમાં 2000માં જન્મ થયાનું દર્શાવ્યું હતું. રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન બોર્ડના ધ્યાનમાં આ વાત આવી કે મનોજે પોતાના બર્થ સર્ટિફિકેટમાં કોઈ ચેડા કર્યા અને બાદમાં તાત્કાલીક તેની જાણકારી એસોસિએશનને આપવામાં આવી.
2/3
સિક્કિમ ક્રિકેટ એસોસીએશનને પત્ર લખીને બીસીસીઆઈએ કહ્યું કે, ગંગકોટના ખેલાડી મનોજ ગુરુંગ બીસીસીઆઈ સાથે જોડાયેય એક પણ ટૂર્નામેન્ટમાં આગામી બે વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં જે તાત્કાલીક અસરથી લાગુ થશે.
3/3
મુંબઈઃ ફર્સ્ટ ક્લાઝ ક્રિકેટમાં એન્ટ્રી સાથે જ ઉત્તર પૂર્વના રાજ્યોના ખેલાડીઓને લઈને વિવાદ વકર્યો છે. સૌ પ્રથમ પુડુચેરીના આઠ ખેલાડીઓનો રજિસટ્રેશન બીસીસીઆઈ કર્યા અને હવે સિક્કિમના ક્રિકેટ મનોજ ગુરુંગ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. ગુરુંગ પર બર્થ સર્ટિફિકેટમાં ચેડા કરવાના આરોપને લઈને આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.