શોધખોળ કરો
આ કારણોસર પાંચ દાવેદારોને પછાડીને રવિ શાસ્ત્રી બન્યા ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ
સીએસીના સભ્યોએ રવિ શાસ્ત્રીને લગભગ તમામ માપદંડો પર સૌથી વધુ અંક મળ્યા હતા. જેમાં કોચિંગ ફિલોસોફી, કોચિંગનો અનુભવ, કોચિંગમાં મેળવેલી સિદ્ધિઓ, સંવાદ અને કોચિંગની હાલની રીતો વગેરે શાસ્ત્રીને સૌથી આગળ રાખી રહી હતી.

નવી દિલ્હીઃ ક્રિકેટ એડવાઇઝરી કમિટીએ એકવાર ફરી રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બનાવવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે મુંબઇમાં સીએસીએ શાસ્ત્રીના નામની જાહેરાત કરી હતી. સીએસીના સભ્ય અંશુમાન ગાયકવાડે કહ્યું કે, હાલની સિસ્ટમ સાથે રવિ શાસ્ત્રીની ઓળખ અને ખેલાડીઓ સાથે સારી વાતચીત કરવાના ગુણનો રવિ શાસ્ત્રીનો ફાયદો પહોંચ્યો હતો. સીએસીના સભ્યોએ રવિ શાસ્ત્રીને લગભગ તમામ માપદંડો પર સૌથી વધુ અંક મળ્યા હતા. જેમાં કોચિંગ ફિલોસોફી, કોચિંગનો અનુભવ, કોચિંગમાં મેળવેલી સિદ્ધિઓ, સંવાદ અને કોચિંગની હાલની રીતો વગેરે શાસ્ત્રીને સૌથી આગળ રાખી રહી હતી.
કપિલ દેવની અધ્યક્ષતામાં બનેલી ક્રિકેટ એડવાઇઝરી કમિટીએ શુક્રવારે રવિ શાસ્ત્રીને ફરીવાર ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બનાવ્યા હતા. તે 24 નવેમ્બર 2021 સુધી ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રહેશે. ત્રણ સભ્યોની સમિતિના તમામ સભ્યોએ તમામ ઉમેદવારોએ અલગ અલગ અંક આપ્યા. શાસ્ત્રી જ્યાં પ્રથમ નંબર પર રહ્યા તો માઇક હેસન બીજા અને ટોમ મૂડી બીજા નંબર પર રહ્યા હતા. ગાયકવાડે કહ્યું કે, હાલના કોચ હોવાના કારણે શાસ્ત્રી સિસ્ટમ અને ખેલાડીઓને સારી રીતે ઓળખે છે. જ્યારે અન્ય ઉમેદવારો સાથે એવું નથી. જે વ્યક્તિ સિસ્ટમ અને ખેલાડીઓને આટલી સારી રીતે જાણતો હોય તેની પાસે એડવાન્ટેજ હોય છે. ભારતીય કેપ્ટન કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ જતા અગાઉ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યુ હતું કે, સીએસીએ તેમનો મત પૂછ્યો નથી પરંતુ જો રવિ ભાઇ કોચ બની રહે છે તો અમને ખુશી થશે. પરંતુ મારી સાથે કોઇ વાત કરવામાં આવી નથી.The CAC reappoints Mr Ravi Shastri as the Head Coach of the Indian Cricket Team. pic.twitter.com/vLqgkyj7I2
— BCCI (@BCCI) August 16, 2019
વધુ વાંચો





















