શોધખોળ કરો
Advertisement
BCCIની મોટી ભૂલ, દીપક ચહર નહીં આ ભારતીય ક્રિકેટરે લીધી હતી સૌથી પહેલા ટી20 મેચમાં હેટ્રિક
નોંધનીય છે કે, ભારતીય મહિલા ક્રિકેટર એકતા બિષ્ટે 2012માં શ્રીલંકા વિરુદ્ધ સૌથી પહેલા ભારતીય ક્રિકેટર તરીકે હેટ્રિક વિકેટ ઝડપી હતી
નવી દિલ્હીઃ બીસીસીઆઇની મોટી ભૂલ ટ્વીટર યૂઝર્સે સુધારી દીધી છે. બીસીસીઆઇએ બાંગ્લાદેશ સામેની ત્રીજી અને અંતિમ ટી20 બાદ એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં દીપક ચહરને હેટ્રિક લેનારો પહેલો ભારતીય ક્રિકેટર બતાવ્યો હતો. હવે આ મામલે ટ્વીટર પર લોકોએ બીસીસીઆઇને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ છે, કેમકે ચહર નહીં પણ એકતા બિષ્ટે સૌથી પહેલી હેટ્રિક ઝડપી હતી.
બીસીસીઆઇએ દીપક ચહરની તસવીર ટ્વીટ કર્યુ હતુ કે દીપક ચહર હેટ્રિક લેનારો પહેલો ભારતીય ક્રિકેટર છે. હવે આ ટ્વીટને ટેગ કરતાં અખિલ ભારતીય મહિલા કોંગ્રેસે બીસીસીઆઇના ટ્વીટને રિટ્વીટ કરતાં લખ્યું કે, બીસીસીઆઇ આ દુઃખની વાત છે કે તમારા આંકડામાં એકતા બિષ્ટને ભુલાવી દેવામાં આવી છે, જેને ભારત માટે ઇન્ટરનેશનલ ટી20માં પહેલી હેટ્રિક લીધી હતી, હાં, દીપક ચહર પહેલો ભારતીય પુરુષ ક્રિકેટર છે, પણ એકતા બિષ્ટ પહેલી ભારતીય છે જેને 2012માં આ કારનામુ કર્યુ હતુ.
.@deepak_chahar9 today became the first Indian to pick up a hat-trick in T20Is ???????? pic.twitter.com/qNctKUVgmF
— BCCI (@BCCI) November 10, 2019
નોંધનીય છે કે, ભારતીય મહિલા ક્રિકેટર એકતા બિષ્ટે 2012માં શ્રીલંકા વિરુદ્ધ સૌથી પહેલા ભારતીય ક્રિકેટર તરીકે હેટ્રિક વિકેટ ઝડપી હતી.
ખાસ વાત છે કે, દીપક ચહરે બાંગ્લાદેશ સામેની ત્રીજી ટી20માં શાનદાર બૉલિંગ કરતાં 4 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આમાં એક હેટ્રિક વિકેટ પણ સામેલ હતી.. @BCCI sad that the your stats forgot that it was Ekta Bisht who took the first hat- trick for India. @deepak_chahar9 is the first Indian (man) to take it.
Ekta Bisht (in 2012) has already taken a hat-trick in T20Is. https://t.co/gVdb3tsoju pic.twitter.com/5bkOp01BsF — All India Mahila Congress (@MahilaCongress) November 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion