શોધખોળ કરો
ભારત-ઈંગ્લેંડ સીરિઝ પર ખતરો, BCCI એ ECBને કહ્યું પોતાનો ખર્ચ જાતે ઉઠાવો

નવી દિલ્લી: ભારત અને ઈંગ્લેંડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ શરૂ થઈ રહી છે. પરંતુ તેના પર બોર્ડે રાજનીતિ શરૂ કરી છે. બીસીસીઆઈએ ઈંગ્લેંડ ક્રિકેટ બોર્ડના મેનેજર ફિલ નીલને પત્ર લખીને જાણ કરી છે કે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈ પર કેટલીક રોક લગાવી છે. જેના કારણે મહેમાન ટીમને કેટલીક સુવિધાઓ આપવામાં નહી આવે જે મળવી જોઈએ. જ્યારે ઈંગ્લેંડના મેનેજર નીલે પણ બીસીસીઆઈ સચિવ અજય શિર્કેને પત્ર લખી કહ્યું કે ઈસીબી આ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. શિર્કેએ કહ્યું કે ઈંગ્લેંડ ટીમને હોટલ, યાત્રા તેમજ અન્ય સુવિધાઓ આપવામાં આવી છે, પરંતુ એમઓયૂ લાગુ નહી થાય ત્યા સુધી બીસીસીઆઈ તેની રકમ ચૂકવવાની જવાબદારી ન લઈ શકે. જેથી આ સુવિધાઓ આપવા માટેનો બંધોબસ્ત કરે. લોઢા કમિટીના આદેશ બાદ બીસીસીઆઈ આપને આગળની જાણકારી આપશે. બીસીસીઆઈ તરફથી આપને મુશ્કેલી થઈ તેના માટે માફી માંગું છું. જ્યારે પણ કોઈ વિદેશી ટીમ ભારત આવે છે ત્યારે તેમના રહેવા., યાત્રા, તેમજ અન્ય ખર્ચ બીસીસીઆઈ ઉઠાવે છે. આ પહેલા બીસીસીઆઈએ સૌરાષ્ટ્ર, આંધ્ર,પંજાબ, મુંબઈ અને તમિલનાડુના ક્રિકેટ સંધને પત્ર લખીને પૂછ્યું હતું કે તેઓ ઈંગ્લેંડ અને ભારત વચ્ચે રમાનારી ટેસ્ટ મેચનો ખર્ચ ઉઠાવી શકશે કે નહી. ઈંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે ત્યાં સુધી એમઓયૂ પર હસ્તાક્ષર નહી કરવામાં આવે જ્યાં સુધી લોઢા સમિતિ તેને સ્વિકારે નહી.
વધુ વાંચો





















