શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, જાણો વિગત
રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં શિયાળુ સત્ર દરમિયાન જણાવ્યું, તેમની સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીનું ઋણ માફ કર્યું છે. લોનના રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થશે. આ યોજના માર્ચથી લાગુ થશે.
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે વિધાનસભામાં બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં શિયાળુ સત્ર દરમિયાન જણાવ્યું, તેમની સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીનું ઋણ માફ કર્યું છે. લોનના રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થશે. આ યોજના માર્ચથી લાગુ થશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે ખેડૂતોનું 2 લાખ નહીં પરંતુ પૂરું ઋણ માફ કરવાની માંગ કરીને વોકઆઉટ કર્યું હતું.
ઠાકરેએ લોન માફ કરવાની કટ ઓફ ડેટ 30 સપ્ટેમ્બર, 2019 જણાવીને કહ્યું, લોનની અપર લિમિટ 2 લાખ રૂપિયા રહેશે. આ યોજના મહાત્મા જ્યોતિરાવ ફુલે ઋણમાફી યોજનાના નામથી ઓળખાશે. આ ઉપરાંત ઋણ સમય પર ચુકવી દેનારા ખેડૂતોને વિશેષ સ્કીમ પણ આપવામાં આવશે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટે ખેડૂતોને દેવામાફીની જાહેરાત બાદ ટ્વિટ કરીને કહ્યું, મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકાર મહારાષ્ટ્રમાં ખેડૂતોને કરવામાં આવેલા વાયદા પૂરા કરી રહી છે. આજે બે લાખ રૂપિયા સુધી ઋણ માફીની જાહેરાત કરવામાં આવી છે. અમે ખેડૂતોના ગૌરવનું સન્માન કરવા માટે મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરી રહ્યા છીએ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોની દેવામાફી એક મોટો મુદ્દો હતો. મુખપત્ર 'સામના' દ્વારા પણ શિવસેનાએ ખેડૂતોને ઋણમાફી અને વળતર આપવાની વાત કરી હતી. IND v WI: વન ડેમાં એક વિકેટ લેવાની સાથે જ કુલદીપ યાદવ રચશે ઈતિહાસ, તોડશે આ મોટો રેકોર્ડ RILને હાઇકોર્ટે આપ્યો ઝટકો, સંપત્તિનું વિવરણ આપવાનો કર્યો આદેશ, જાણો શું છે મામલો IND v WI: કટકમાં આવતીકાલે ત્રીજી વન ડે, વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 10મી સીરિઝ જીતવાના ઈરાદે ઉતરશે ટીમ ઈન્ડિયાOpposition has staged walk out from the Maharashtra legislative assembly demanding complete waiver of farmers' loans, after Chief Minister Uddhav Thackeray's announcement of farm loan waiver. https://t.co/J02XZ3Mv3m
— ANI (@ANI) December 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion