શોધખોળ કરો
Advertisement
Video: યુવરાજ સિંહે આ સ્ટાર ખેલાડી સાથે યોજી યોટ પાર્ટી, પંજાબી ગીતો પર કર્યો ડાન્સ
ઓસ્ટ્રેલિયાની પૂર્વ મિસ વર્લ્ડ એરિન હોલેન્ડે પણ તેના ટ્વિટર હેન્ડલ પર ગેલ અને યુવરાજનો એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સિક્સર કિંગ યુવરાજ સિંહ ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હોય પરંતુ કેનેડામાં ચાલી રહેલી ગ્લોબલ ટી20 લીગમાં હજુ તેનો જાદૂ ચાલી રહ્યો છે. યુવરાજ માત્ર મેદાન પર જ નહીં પરંતુ પાર્ટીઓમાં પણ પોતાનો જલવો બતાવી રહ્યો છે. યુવીનો એક વીડિયો વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટર આંદ્રે રસેલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે પંજાબી ગીતો પર ક્રિસ ગેઈલ સાથે ડાંસ કરતા દેખાય છે. આ પાર્ટી એક યૉટમાં થઈ રહી છે.
ઓસ્ટ્રેલિયાની પૂર્વ મિસ વર્લ્ડ એરિન હોલેન્ડે પણ તેના ટ્વિટર હેન્ડલ પર ગેલ અને યુવરાજનો એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરી તેને યુઝર્સને પૂછ્યું છે કે બન્નેમાંથી કોણ સારો ડાન્સ કરી રહ્યો છે.
આ ડાન્સ વીડિયો 29 જુલાઈનો બતાવવામાં આવી રહ્યો છે. તે દિવસે ટોરંટો નેશનલ્સનો મુકાબલો વિન્નીપેગ હોક્સ અને વૈંકૂવર નાઇટ્સની મેચ મોટ્રિંયલ ટાઇગર્સ સાથે હતી. ઓનટારિયોમાં વિન્નીપેગ સામેની મેચમાં યુવરાજે 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 26 બોલમાં 45 રન ફટકાર્યા હતા. જોકે આ મેચ યુવરાજની ટીમ 3 વિકેટથી હારી હતી.
યુવરાજ સિંહે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમેલી 3 મેચોમાં 31ની એવરેજથી 94 રન બનાવ્યા છે. પાછલી બે મેચોમાં યુવરાજે જોરદાર બેટિંગ કરી હતી. જ્યારે ક્રિસ ગેઈલ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ગેઈલે 3 મેચોમાં 179 રન બનાવ્યા છે. યુવરાજની ટીમ ટોરન્ટો નેશનલ્સ ટૂર્નામેન્ટમાં સૌથી નીચેના ક્રમે છે. તેણે ત્રણમાંથી માત્ર એક જ મેચ જીતી છે જ્યારે બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement