શોધખોળ કરો
Advertisement
IPL AUCTION: ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીતના હીરો આ ભારતીય ખેલાડીને કોઈએ ન ખરીદ્યો
ભારતે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. પૂજારાએ શ્રેણીમાં 521 રન નોંધાવ્યા હતા અને મેન ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો.
નવી દિલ્હીઃ 19 ડિસેમ્બરે આઈપીઓલ 2020 માટે હરાજી થઈ હતી. આઈપીએલની 13મી શ્રેણી માટે ખેલાડીઓની હરાજી થઈ હતી. આ હરાજી શરૂ થતા જ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિંસે ઈતિહાસ રચી દીધો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે 15.5 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો છે. કમિંસ પહેલા ઓસ્ટ્રેલિયાના જ ખતરનાક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને કિંગ્સ ઈલેવન પંજાબે 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જોકે આ વખતે પણ ચેતેશ્વર પૂજારાને કોઈએ ખરીદ્યો ન હતો.
પૂજારાની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી પરંતુ તેમ છતાં કોઈ ટીમે તેમાં રસ દાખવ્યો ન હતો. ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પુજારા આ પહેલા 2015, 2016, 2017, 2018 અને 2019ની હરાજીમાં પણ વણવેચાયેલા રહ્યા હતા. 2018માં સૌથી મોટી કિંમત મેળવનારા સૌરાષ્ટ્રના જ અન્ય સ્ટાર ઝડપી બોલર જયદેવ ઉનડકટને પણ નુકસાન થયું છે.
ભારતે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. પૂજારાએ શ્રેણીમાં 521 રન નોંધાવ્યા હતા અને મેન ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો. પૂજારાએ એડિલેડમાં રમાયેલી પ્રથમ મેચમાં 71 અને 123 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં ભારતનો વિજય થયો હતો. જ્યારે સિડનીમાં રમાયેલી અંતિમ ટેસ્ટમાં તેણે 193 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે મેલબોર્નમાં પણ 106 રન ફટકાર્યા હતા.
આ વખતે જયદેવ ઉનડકટને પણ આઈપીએલમાં નુકસાન થયું છે. 2018માં જયદેવ ઉનડકટને 11.5 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે 2019 રાજસ્થાન રોયલ્સે તેને 8.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પણ આ વખતે રાજસ્થાન રોયલ્સે તેને માત્ર 3.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ બે વર્ષમાં તેની કિંમત અડધાથી પણ વધારે ઘટી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ગુજરાત
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion