શોધખોળ કરો
Advertisement
કન્ફોર્મ ટિકીટ હોવા છતાં કયા દિગ્ગજ ક્રિકેટરને ફ્લાઇટમાંથી ઉતારી મુકવામાં આવ્યો, જાણો વિગતે
ગેલે પોતાના ટ્વીટમાં એમિરેટ્સ એરલાઇન્સ પર ગુસ્સો ઠાલવ્યો, બાદમાં કંપનીએ ગેલની માફી માંગીને મામલો થાળે પાડ્યો હતો
નવી દિલ્હીઃ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવા ક્રિસ ગેલ સાથે એક અપમાનજનક વર્તન કરાયુ હોવાનુ સામે આવ્યુ છે. સોમવારે ગેલે એક ટ્વીટ કરીને પોતાની વેદના ઠાલવી, તેમાં તેને એમિરેટ્સ એરલાઇન્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેને કહ્યું કન્ફોર્મ ટિકીટ હોવા છતાં તેને ફ્લાઇટમાં બેસવા દેવામાં આવ્યો ન હતો. જેના કારણે તેને બીજી ફ્લાઇટમાં જવુ પડ્યુ હતુ.
ગેલે પોતાના ટ્વીટમાં એમિરેટ્સ એરલાઇન્સ પર ગુસ્સો ઠાલવ્યો, બાદમાં કંપનીએ ગેલની માફી માંગીને મામલો થાળે પાડ્યો હતો.
ગેલે પોતાના ટ્વીટમાં લખ્યું 'એમિરેટ્સથી ખુબજ નારાજ છું, મારી પાસે ફ્લાઇટની કન્ફોર્મ ટિકીટ હોવા છતાં કહી રહ્યાં હતા કે સીટો ફૂલ થઇ ગઇ છે. આ કેવો મજાક છે. માત્ર એટલુ જ નહીં એમિરેટ્સ ઇચ્છતુ હતુ કે હું ઇકોનૉમી ક્લાસમાં યાત્રા કરુ, જોકે મારી પાસે બિઝનેસ ક્લાસની ટિકીટ હતી. એટલા માટે મારી બીજી ફ્લાઇટમાં યાત્રા કરવી પડી, એકદમ હસ્યાસ્પદ, એમિરેટ્સનો ખરાબ અનુભવ.'
ગેલના ટ્વીટ પર પ્રતિક્રિય આપતા એમિરેટ્સ એરલાઇન્સે લખ્યુ, 'આ માટે અમે માફી માંગીએ છીએ, ક્રિસ. કૃપા કરીને તમારો બુકિંગ નંબર અને આઇડી અમને ડાયરેક્ટ મેસેજ કરી દો. અમે તમારા ઓપ્શનોની તપાસ કરીશુ અને તમને બતાવીશું.'So disappointed @emirates, I have a confirmed flight and they gonna tell me that they are over booked, WTF! Not only that, @emirates want me to travel economy when it’s a business class ticket - so now I have to travel on a later flight! Just ridiculous @emirates!Bad experience????
— Chris Gayle (@henrygayle) November 4, 2019
ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઇન્ડિઝનો આ વિસ્ફોટક બેટ્સમેન યુનિવર્સ બૉસ તરીકે ઓળખાય છે, ગેલ વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે.We're sorry to know about this, Chris. Please DM us your booking reference and email address. We'll check your options and let you know.
— Emirates Support (@EmiratesSupport) November 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement