શોધખોળ કરો
Advertisement
પ્રેક્ટિસ વખતે બૉલ માથા પર પડતાં ઈંગ્લેન્ડના ક્રિકેટરની ખોપડીમાં થયું ફ્રેક્ચર, જાણો વિગત
જોશ પૉઇસડને યોર્કશાયર માટે 14 મેચોમાં 33 અને લિસ્ટ એમાં 32 મેચોમાં 30 વિકેટ ઝડપી છે
લૉર્ડ્ઝઃ ક્રિકેટના મેદાન પર દૂર્ઘટનાઓ અવારનવાર ઘટતી રહે છે, હવે ઇંગ્લેન્ડના ક્રિકેટરની સાથે આવી જ એક મોટી દૂર્ઘટના ઘટી છે, આ દૂર્ઘટનામાં ઇંગ્લેન્ડના યોર્કશાયરના લેગ સ્પિનર જોશ પૉઇસડને માથામાં બૉલ વાગતા ખોપડી ફાટી ગઇ હતી.
સોમવારે હેડિંગ્લેના મેદાન પર જોશ પૉઇસડન પ્રેક્ટિસ કરી રહ્યો હતો, આ દરમિયાન તેના માથામાં બૉલ વાગ્યો, દૂર્ઘટનામાં જોશ પૉઇસડન ગંભીર રીતે ઘવાયો, સીટી સ્કેન કરાવ્યુ પછી રિપોર્ટ આવ્યો જેમાં તેને ખોપડીનુ ફેક્ચર થયુ હોવાનુ બહાર આવ્યુ હતુ, સાથે સાથે આને ઇન્ટરનલ બ્રિડીંગ પણ થઇ રહ્યું હતું.
જોશ પૉઇસડન બેટ્સમેનને પ્રેક્ટિસ કરાવી રહ્યો હતો, ત્યારે બેટ્સમેને બૉલ ફટકાર્યો આ બૉલ સીધો જોશ પૉઇસડનના માથમાં જઇને વાગ્યો હતો, જેના કારણે દૂર્ઘટના ઘટી હતી. હાલમાં જોશ પૉઇસડન ડૉક્ટર્સની ટીમની હેઠળ 36 કલાકની દેખરેખમાં છે.
જોશ પૉઇસડને યોર્કશાયર માટે 14 મેચોમાં 33 અને લિસ્ટ એમાં 32 મેચોમાં 30 વિકેટ ઝડપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement