(Source: ECI/ABP News/ABP Majha)
આશિષ નેહરાની ભવિષ્યવાણી, ટી-20 વર્લ્ડ કપમાં આ ખેલાડીને નહીં મળે મોકો
T20 World Cup 2022: ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે IPL 2022માં પણ શાનદાર બોલિંગ કરી હતી, જોકે હજુ પણ તેને T20 ઈન્ટરનેશનલમાં તક નથી મળી રહી.
T20 World Cup 2022: ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે IPL 2022માં પણ શાનદાર બોલિંગ કરી હતી, જોકે હજુ પણ તેને T20 ઈન્ટરનેશનલમાં તક નથી મળી રહી. તેના પર પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે શમી ટી20 વર્લ્ડ કપની યોજનાનો ભાગ નથી. શમી IPLની 15મી સિઝનમાં આશિષ નેહરાના કોચિંગ હેઠળ ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો.
આગામી વર્લ્ડ કપનો ભાગ બનશે
ક્રિકબઝ સાથેની વાતચીતમાં આશિષ નેહરાએ કહ્યું કે એવું લાગે છે કે મોહમ્મદ શમીને T20 વર્લ્ડ કપની વર્તમાન યોજનામાં સામેલ નથી. શમીની ક્ષમતાઓ વિશે આપણે બધા જાણીએ છીએ. તે ભલે 2022માં T20 વર્લ્ડ કપ ન રમી શકે, પરંતુ તે 2023માં ઘરઆંગણે યોજાનાર વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ બની શકે છે.
છેલ્લી T20 2021માં રમી હતી
આશિષ નેહરાએ કહ્યું કે ભારત ઇંગ્લેન્ડ સામે તેના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમવા માંગશે. શમી પણ તેમાંથી એક છે. ભારતીય ટીમ આ વર્ષે વધુ વનડે રમવાની નથી, શમી આઈપીએલ બાદ આરામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં શમીને ટેસ્ટ બાદ વનડેમાં તક આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે શમી હાલ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે. તેણે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ 2021 T20 વર્લ્ડ કપમાં નામીબિયા સામે રમી હતી.
ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડ પહોંચી ગયા
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે એક ટેસ્ટ મેચ રમાશે. આ પછી ટી20 અને વનડે સીરીઝનુ આયોજન થશે. ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે. ટેસ્ટ મેચ બર્મિંઘમમાં 1 જુલાઇથી રમાશે. વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, અને જસપ્રીત બુમરાહ સહિતના તમામ ખેલાડીએ શુક્રવારે લંડનમાં પ્રેક્સિસ શરૂ કરી દીધી છે. આની તસવીરો બીસીસીઆઇએ ટ્વીટ કરી છે, આમાં શુભમન ગીલ અને શાર્દૂલ ઠાકુર પણ દેખાઇ રહ્યાં છે.
Out and about in London🏃🏃#TeamIndia pic.twitter.com/NtOmK2XbsV
— BCCI (@BCCI) June 17, 2022
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આ સમયે લંડનમાં છે, તે અભ્યાસ શરૂ કરી ચૂક્યા છે. બીસીસીઆઇએ ફેન્સ માટે કેટલીક તસવીરો ટ્વીટ કરી છે, આમાં કોહલી, પુજારા, બુમરાહ, ગિલ અને પ્રસિદ્ધ કૃષ્ણા દેખાઇ રહ્યો છે. બીસીસીઆઇએ ચાર તસવીર ટ્વીટ કરી છે. આ ફેન્સને ખુબ પસંદ આવી છે. ટ્વીટર પર આને હજારો લોકો લાઇક્સ અને શેર કરી ચૂક્યા છે.