Asia Cup: 'શ્રીલંકા સામે ભારતની હાર નક્કી, આજે એશિયા કપમાંથી થઇ જશે બહાર' - મેચ પહેલા કયા દિગ્ગજે કરી ભવિષ્યવાણી, જાણો
ઇન્ઝમામ ઉલ હકે ભવિષ્યવાણી કરી છે કે ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે 6 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે રમાનારી મેચમાં હારની સાથે જ એશિયા કપ 2022માંથી બહાર જઇ જશે.
IND vs SL: એશિયા કપ 2022માં હવે રોમાંચક તબક્કામાં મેચો રમાઇ રહી છે, આ બધાથી વચ્ચે હવે સૌથી ફેવરેટ ગણાતી ભારતીય ટીમ ફસકી ગઇ છે, આજે પાકિસ્તાન સામે હાર મળતાની સાથે જ આજે ટીમ ઇન્ડિયા માટે કરો યા મરોની સ્થિતિ પેદા થઇ ગઇ છે, જો ભારતીય ટીમ આજે શ્રીલંકા સામેની મેચ જીતે છે તો એશિયા કપ માટેની આશા પણ જીવંત રહે છે, જો ભારત આજે હારનો સ્વાદ ચાખે છે તો એશિયા કપમાં ટકી રહેવુ લગભગ મુશ્કેલ બની જશે. ત્યારે આ બધાની વચ્ચે પૂર્વ દિગ્ગજ પાકિસ્તાની ક્રિકેટર ઇન્ઝમામ ઉલ હકે ભારતીય ટીમ માટે મોટી ભવિષ્યવાણી કરી દીધી છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે ભવિષ્યવાણી કરી છે કે ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે 6 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે રમાનારી મેચમાં હારની સાથે જ એશિયા કપ 2022માંથી બહાર જઇ જશે. આજની 9મી મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડશે અને એશિયા કપમાંથી બહાર થઇ જશે. સુપર 4ની પહેલી મેચમાં ભારતને પાકિસ્તાન સામે 5 વિકેટથી હાર મળી હતી, આ કારણે હવે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. ઇન્ઝમામનુ કહેવુ છે કે, ભારતીય ટીમ દબાણમાં આવી ગઇ છે અને શ્રીલંકા કે અફઘાનિસ્તાન સામે એક હાર તેને એશિયા કપમાંથી બહાર કરી દેશે. આ વાત ઇન્ઝમામ ઉલ હકે પાકિસ્તાની શૉ જશ્ન એ ક્રિકેટ શૉમાં કહી હતી.
ઇન્ઝમામ ઉલ હકે કહ્યું કે, પાકિસ્તાન સામે હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન સહિત તમામ ખેલાડીઓ તણાવમાં આવી ગયા છે, અને તેની અસર શ્રીલંકા સામેની મેચમાં જોવા મળશે.
ઇન્ઝમામ અને સાથી પૂર્વ ક્રિકેટર સિકન્દર બખ્તે શૉમાં કહ્યું કે, હાલમાં ભારતીય ટીમ એશિયા કપ ટૂર્નામેન્ટમાં બેકફૂટ પર છે, અને પાકિસ્તાની ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઇ છે.
આ પણ વાંચો...........
India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ
Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા
Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?
Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?