Asia Cup 2022: આજે સુપર-4 માટે પાકિસ્તાન-હોંગકોંગ વચ્ચે ખરાખરીનો જંગ, જાણો કેવી હશે બન્નેની પ્લેઇંગ ઇલેવન.....
પાકિસ્તાની ટીમે આ વર્ષે બે ટી20 મેચો રમી છે, અને બન્નેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે, પાકિસ્તાનમાં ટી20ના બે દિગ્ગજ બેટ્સમેન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન પણ છે
PAK vs HK Match Preview: યુએઇમાં ચાલી રહેલા એશિયા કપમાં (Asia Cup) આજે પાકિસ્તાન અને હોંગકોંગ (PAK vs HK) વચ્ચે ખરાખરીનો જંગ જામશે, બન્ને ટીમો આજે જીત મેળવીને સુપર 4માં જવા માટે પ્રયાસ કરશે, ગૃપમાં પહેલાથી ભારતીય ટીમ બન્ને મેચો જીતીને સુપર 4માં જગ્યા બનાવી ચૂકી છે, આજની મેચમાં જે જીતશે તે સુપર 4માં જશે.
ખાસ વાત છે કે, પાકિસ્તાની ટીમે આ વર્ષે બે ટી20 મેચો રમી છે, અને બન્નેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે, પાકિસ્તાનમાં ટી20ના બે દિગ્ગજ બેટ્સમેન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન પણ છે છતાં હાર પર હાર મળી રહી છે. બીજી બાજુ હોંગકોંગ પણ હારીને આવી રહી છે, પાકિસ્તાન અને હોંગકોંગ બન્નેને ભારતીય ટીમે આ એશિયા કપમાં હરાવ્યુ છે. હવે આજે બાબર સામે બાબર ટકરાશે. પાકિસતાનમાં બાબર આઝમ છે, તો સામે હોંગકોંગમાં બાબર હયાત છે, બન્ને સ્ટાર બેટ્સમેનો છે.
પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે આજે શારજહાંના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમાશે. અહીં પીચની વાત કરીએ તો અહીંની પીચ સ્પિનર્સ માટે મદદરૂપ સાબિત થાય છે, ગયા વર્ષે રમાયેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમનો એવરેજ સ્કૉર 143 થી ઓછો રહ્યો છે, જોકે બાઉન્ડ્રી ખુબ નાની છે. જો બેટ્સમેન ઇચ્છે તો થોડાક સમય માટે ટકીને ધમાલ મચાવી શકે છે. શારજહાંનુ હવામાન ગરમ છે, અહીં એવરેજ 30 ડિગ્રી ઉપર તાપમાન રહેશે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન -
પાકિસ્તાની ટીમ -
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર જમાન, ઇફ્તિખાર અહેમદ, ખુશદીલ શાહ, શાદાબ ખાન, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ હસનેન, હારિસ રાઉફ, શાહનવાઝ દહાની.
હોંગકોંગ ટીમ -
નિઝાકત ખાન (કેપ્ટન), બાબર હયાત, યાસ્મિન મુર્તઝા, કિંચિત શાહ, સ્કૉટ મેક્કિની, હારુન અરશદ, એઝાઝ ખાન, ઝીશાન અલી, એહસાન ખાન, આયુષ શુક્લા, મોહમ્મદ ધાજનફાર.
આ પણ વાંચો.......
Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?
INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત
WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે