શોધખોળ કરો
ભારતીય દિગ્ગજે પસંદ કરી પ્રથમ ટેસ્ટ માટેની પ્લેઇંગ ઇલેવન, હાર્દિક-જાડેજાને પડતા મુકીને આ ગુજરાતી ઓલરાઉન્ડરને આપ્યુ સ્થાન, જાણો કેમ........
વસીમ જાફરે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ ટીમનુ લિસ્ટ ટ્વીટ કર્યુ છે. જાફરે ટીમમાં ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા કે રવિન્દ્ર જાડેજાને નહીં પરંતુ અક્ષર પટેલને સ્થાન આપ્યુ છે. આ ટીમ પ્રમાણે અક્ષર પટેલ ટેસ્ટ મેચોમાં ડેબ્યૂ કરી રહ્યો છે

નવી દિલ્હીઃ આગામી 5મી ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝ ચાલુ થઇ રહી છે, આ ટેસ્ટ સીરીઝ માટે બીસીસીઆઇ દ્વારા હજુ ટીમનુ સિલેક્શન નથી કરાયુ પરંતુ પૂર્વ ભારતીય દિગ્ગજ બેટ્સમેન વસીમ જાફરે પોતાની બેસ્ટ ટેસ્ટ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. વસીમ જાફરે આ ટીમને પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડ સામેની ફેવેરિટ માની છે. ખાસ વાત છે કે આ ટીમમાં ગુજરાત ઓલરાઉન્ડર અક્ષર પટેલની પસંદગી કરાઇ છે. વસીમ જાફરે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ ટીમનુ લિસ્ટ ટ્વીટ કર્યુ છે. જાફરે ટીમમાં ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા કે રવિન્દ્ર જાડેજાને નહીં પરંતુ અક્ષર પટેલને સ્થાન આપ્યુ છે. આ ટીમ પ્રમાણે અક્ષર પટેલ ટેસ્ટ મેચોમાં ડેબ્યૂ કરી રહ્યો છે. જાફરે ભારતીય ટીમના સ્પિન ડિપાર્ટમેન્ટમાં અક્ષર પટેલને પહેલી પસંદગી ગણાવી છે, કેમકે અહીં પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઇમાં રમાશે અને અહીંની પીચો સ્પિનર માટે ખાસ ઉપયોગી છે, ઇંગ્લિશ બેટ્સમેનોને લેફ્ટઆર્મ સ્પિનરો મુશ્કેલીમાં મુકી શકે છે.
વસીમ જાફરની ટેસ્ટ પ્લેંઇગ ઇલેવન..... રોહિત શર્મા શુભમન ગીલ ચેતેશ્વર પુજારા વિરાટ કોહલી અજિંક્યે રહાણે ઋષભ પંત અક્ષર પટેલ રવિચંદ્રન અશ્વિન કુલદીપ યાદવ/શાર્દૂલ ઠાકુર ઇશાંત શર્મા/મોહમ્મદ સિરાજ જસપ્રીત બુમરાહ
વસીમ જાફરની ટેસ્ટ પ્લેંઇગ ઇલેવન..... રોહિત શર્મા શુભમન ગીલ ચેતેશ્વર પુજારા વિરાટ કોહલી અજિંક્યે રહાણે ઋષભ પંત અક્ષર પટેલ રવિચંદ્રન અશ્વિન કુલદીપ યાદવ/શાર્દૂલ ઠાકુર ઇશાંત શર્મા/મોહમ્મદ સિરાજ જસપ્રીત બુમરાહ વધુ વાંચો


















