આ બે સ્ટાર ક્રિકેટરો હવે બનશે રાજકારણી, જાણો કઇ પાર્ટીમાં જોડાઇને ચૂંટણી લડવાનો બનાવ્યો પ્લાન
શાહિદ આફ્રિદી અને મોહમ્મદ હાફિઝ પીટીઆઇની ટિકીટ પર નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવશે.
નવી દિલ્હીઃ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં અત્યારે ગંભીર રાજકીય સંકટ ઉભુ થયુ છે. વળી, ચૂંટણીને લઇને પણ ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનના રાજકારણમાં બે દિગ્ગજ ક્રિકેટરોને ઉતરવાનવી ખબર સામે આવી છે. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી અને મોહમ્મદ હાફિઝ બન્ને ઇમરાન ખાનના નેતૃત્વવાળી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) સાથે જોડાઇને ચૂંટણી લડશે.
શાહિદ આફ્રિદી અને મોહમ્મદ હાફિઝ પીટીઆઇની ટિકીટ પર નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવશે. પાકિસ્તાનમાં વિપક્ષ તરફથી લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને રદ્દ થયા થવા અને ફરીથી નેશનલ એસેમ્બલી ભંગ કરાયા બાદ ચૂંટણીને લઇને ગરમાગરમી તેજ થઇ ગઇ છે.
બન્ને દિગ્ગજ ક્રિકેટરો ચૂંટણી લડશે -
પાકિસ્તાની પત્રકારે જાણકારી આપતા બતાવ્યુ કે આગામી ચૂંટણીમં વધુ બે ક્રિકેટરો પાકિસ્તાનની રાજનીતિમાં આવવા માટે તૈયાર છે. પાકિસ્તાન ક્રિકેટર શાહિદ આફ્રિદી અને મોહમ્મદ હાફિઝ નેશનલ એસેમ્બલી માટે પીટીઆઇની ટિકીટ પર ક્રિકેટ બાદ રાજકારણના મેદાનમાં ઉતરીને પોતાની કિસ્મત અજમાવશે. કહેવાઇ રહ્યું છે કે શાહિદ આફ્રિદી કરાંચીથી ચૂંટણી લડશે, તો વળી મોહમ્મદ હાફિઝ સરગોઘાથી નેશનેલ એસેમ્બલીની બેઠક માટે ચૂંટણીમાં ઉતરશે.
આ પણ વાંચો.........
Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત
મોંઘવારીનો માર! અમુલ બાદ આ ડેરીએ વધાર્યા છાસના ભાવ
રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં બે વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી
ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર આપશે મોટી ભેટ, બસમાં કરી શકશે મફતમાં મુસાફરી
Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત