પાકિસ્તાની એમ્પાયરનુ વિવાદિત ડિસીઝન, ભારતના આ ખેલાડીને ઇંગ્લેન્ડ સામે ખોટો આઉટ આપેલો પછી...
ઇંગ્લિશ બૉલર સ્ટુઅર્ટ બ્રૉડે 14મી ઓવરમાં પુજારાને કેચ આઉટ કરાવી દીધો, આ સમયે પાકિસ્તાની એમ્પાયર અલિમ દારે પણ તેને આઉટ જાહેર કરી દીધી હતો,
INDIA vs ENGLAND: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની અંતિમ ટેસ્ટ મેટ એજબેસ્ટૉનમાં રમાઇ રહી છે. ઇંગ્લેન્ડ ટીમે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ફેંસલો કર્યો અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવાનુ આમંત્રણ આપ્યુ હતુ. પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે 7 વિકેટે 323 રન બનાવ્યા, જેમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની શતકીય ઇનિંગ સામેલ હતી.
ખાસ વાત છે કે, પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતની શરૂઆત સારી ના રહી, અને પ્રથમ પાંચ વિકેટો માત્ર 100 રનની અંદર જ પડી ગઇ હતી. જોકે, આ બધાની વચ્ચે પાકિસ્તાની એમ્પાયર અલિમ દારની એક મોટી ભૂલ ભારત માટે મુશ્કેલી બન્યુ, ખરેખરમાં, ઇંગ્લેન્ડના બૉલર જેમ્સ બ્રૉડે 14મી ઓવરમાં ભારતીય સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને આઉટ કરી દીધો, જે બાદમાં નૉટઆઉટ જાહેર થયો હતો.
ઇંગ્લિશ બૉલર સ્ટુઅર્ટ બ્રૉડે 14મી ઓવરમાં પુજારાને કેચ આઉટ કરાવી દીધો, આ સમયે પાકિસ્તાની એમ્પાયર અલિમ દારે પણ તેને આઉટ જાહેર કરી દીધી હતો, જોકે, બાદમાં પુજારાએ ડીઆરએસ લીધો, જેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાતુ હતુ કે, બ્રૉડનો બૉલ પુજારાના બેટની નજીકથી પસાર થયો અને વિકેટકીપરના હાથમાં ઝીલાઇ ગયો હતો. જોકે, આમાં બેટ અને બૉલનો ક્યાંય ટચ ન હતો થયો અને બાદમાં પુજારા નૉટ આઉટ જાહેર થયો હતો. પાકિસ્તાની એમ્પાયર અલિમ દારનુ આ વિવાદિત ડિસીઝન ભારત માટે મુસ્કેલીભર્યુ બન્યુ હતુ.
જોકે, બાદમાં ભારત તરફથી ઓપનિંગમા આવેલા ચેતેશ્વર પુજારા 18મી ઓવરમાં એન્ડરસનના હાથે 13 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.
પંતની ધમાકેદાર સદી -
આ મેચમાં ભારતીય ટીમ (Indian Team) 97 રનો પર પોતાની 5 વિકેટો ગુમાવી ચૂકી હતી, સંઘર્ષ કરી રહેલી ટીમને ઋષભ પંત (Rishabh Pant) અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) સંભાળી અને બન્ને ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામે મજબૂત સ્કૉર આપી દીધો. બન્ને ખેલાડીઓ છઠ્ઠી વિકેટ માટે 200 રનોથી વધુ ભાગીદારી કરી. ઋષભ પંત (Rishabh Pant) 111 બૉલ પર 146 રનોની શાનદાર ઇનિંગ રમ્યા બાદ જૉ રૂટના (Joe Root) બૉલ પર સ્લિપમાં કેચ આઉટ થઇ ગયો હતો.
આ પણ વાંચો........
Health: મખાના ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણી તમે પણ ચોંકી જશો
India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ
રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ