Glenn Maxwell Record:મેક્સવેલ લક્ષ્યાંકનો પીછો કરતા બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન, જાણો રેકોર્ડ
ODI વર્લ્ડ કપ 2023ની 39મી મેચમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ સામે 201 રનની અણનમ ઇનિંગ રમી હતી.
Glenn Maxwell Record: ODI વર્લ્ડ કપ 2023ની 39મી મેચમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ સામે 201 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ તેની ODI કારકિર્દીની પ્રથમ બેવડી સદી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. ટાર્ગેટનો પીછો કરતી વખતે બેવડી સદી ફટકારનાર તે વર્લ્ડ કપમાં પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેની ઇનિંગ્સ અને તેણે બનાવેલા રેકોર્ડ પર એક નજર કરીએ.
એક સમયે ઓસ્ટ્રેલિયાએ 49 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે મેક્સવેલ ક્રિઝ પર આવ્યો હતો. સતત પડતી વિકેટો વચ્ચે તે એક છેડેથી સંઘર્ષ કરતો રહ્યો.
ક્રિઝ પર સ્થિર થયા બાદ તેણે આક્રમક બેટિંગ કરી અને 76 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ તેની ODI કારકિર્દીની 5મી સદી હતી. તેણે 128 બોલમાં 201 રનની અણનમ ઇનિંગ રમી જેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે.
લક્ષ્યાંકનો પીછો કરતી વખતે કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ સ્કોર બનાવવાનો આ નવો રેકોર્ડ બની ગયો છે. આ પહેલા બીજી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફખર જમાન (193 vs દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2021)ના નામે હતો. આ વર્લ્ડ કપની સૌથી મોટી ઇનિંગ્સ પણ બની ગઈ છે. આ મામલામાં મેક્સવેલે 2011 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ સામે 158 રનની ઇનિંગ રમનાર એન્ડ્રુ સ્ટ્રોસનો રેકોર્ડ તોડ્યો હતો.
ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હાર આપી હતી. મેક્સવેલના વાવાઝોડામાં અફઘાનિસ્તાનના બોલરો ધોવાયા હતા. મેક્સવેલે 128 બોલમાં અણનમ 201 રન ફટકાર્યા હતા. જેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા હતા. તેણે 8મી વિકેટ માટે પેટ કમિંસ સાથે 202 રનની ઐતિહાસિક પાર્ટનરશિપ કરી મેચ જીતાડી હતી. જીત સાથે જ ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ સેમિ ફાઇનલ માટે ક્વોલિફાય થયું હતું.
ઓસ્ટ્રેલિયાએ 91 રનમાં ગુમાવી દીધી હતી 7 વિકેટ
ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી નહોતી રહી. બીજી જ ઓવરમાં ટ્રેવિડ હેડ આઉટ થયો હતો. જે બાદ નિયમિત અંતરે વિકેટ ગુમાવતું રહ્યું હતું. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 91 રન થઈ ગયો હતો. જે બાદ હારી જશે તેમ લાગતું હતું પરંતુ મેક્સવેલ અકલ્પનીય ઈનિંગ રમીને અફઘાનિસ્તાનની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું.
https://t.me/abpasmitaofficial