ICC ODI Rankings: ઇંગ્લેન્ડ સામે 10 વિકેટથી જીત્યા બાદ ભારતનો મોટો ફાયદો, પાકિસ્તાન થયુ પાછળ, જાણો તાજા અપડેટ
ભારતીય ટીમ 105 પૉઇન્ટ્સની સાથે ચોથા નંબર પર હતી, પરંતુ મંગળવારે રમાયેલી ઇગ્લેન્ડ સામેની મેચમાં ભારતે 10 વિકેટે જીત મેળવી, તેની સાથે જ તેના 108 પૉઇન્ટ થઇ ગયા છે
ICC Mens ODI Team Rankings: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી કિનિંગ્ટન ઓવલમાં રમાયેલી પહેલી વનડે બાદ તાજા ટીમ રેન્કિંગ જાહેર કર્યુ છે. ઇંગ્લેન્ડ સામે ભારતની 10 વિકેટથી મળેલી વિશાળ જીત બાદ રોહિતની ટીમને મોટો ફાયદો થયો છે. તાજા રેન્કિંગમાં ભારત પોતાના ચિર પ્રતિદ્વંન્દ્રીને પછાડીને આગળ નીકળી ગયુ છે.
ભારતીય ટીમ 105 પૉઇન્ટ્સની સાથે ચોથા નંબર પર હતી, પરંતુ મંગળવારે રમાયેલી ઇગ્લેન્ડ સામેની મેચમાં ભારતે 10 વિકેટે જીત મેળવી, તેની સાથે જ તેના 108 પૉઇન્ટ થઇ ગયા છે, અને હવે ત્રીજા નંબર પર આવી ગઇ છે. વળી, પાકિસ્તાન 106 પૉઇન્ટ સાથે ચોથા નંબર પર ખસકી ગઇ છે.
ન્યૂઝીલેન્ડ 126 પૉઇન્ટની સાથે ટૉપ પર છે, જ્યારે ઇંગ્લેન્ડ 122 પૉઇન્ટની સાથે બીજા સ્થાન પર છે.
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને વનડે સિરીઝની પહેલી મેચમાં ખરાબ રીતે હરાવ્યું, રોહિતની તોફાની બેટિંગ-
England vs India: ભારતે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની પ્રથમ મેચ 10 વિકેટે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જેમાં ગ્લેન્ડને 110 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું. આ પછી રોહિત શર્મા અને શિખર ધવને જોરદાર બેટિંગ કરતા ભારતને જીત અપાવી હતી. રોહિતે અડધી સદી ફટકારી હતી. જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગનો કમાલ બતાવતાં કુલ 6 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બંનેએ 114 રનની ભાગીદારી નોંધાવી ભારતને જીત અપાવી હતી. રોહિતે 58 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ધવને 54 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. ધવને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ભારતે 18.4 ઓવરમાં 10 વિકેટે મેચ જીતી લીધી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 25.2 ઓવરમાં 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ટીમ માટે કેપ્ટન જોસ બટલરે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. તેણે 32 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. વિલીએ 26 બોલમાં અને 3 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. કર્સેએ 15 રનનું યોગદાન આપ્યું હતું. મોઈન અલી 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ઈંગ્લેન્ડની આ ઈનિંગમાં ટીમના ચાર ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. ઓપનર જેસન રોય, જો રૂટ, બેન સ્ટોક્સ અને લિયામ લિવિંગસ્ટોન ખાતા વગર પેવેલિયન પરત ફર્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ 25.2 ઓવરમાં 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ દરમિયાન ભારતીય બોલરોએ ખતરનાક બોલિંગ કરી હતી. બુમરાહે 7.2 ઓવરમાં માત્ર 19 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે 3 મેડન ઓવર પણ ફેંકી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 7 ઓવરમાં 31 રન આપ્યા હતા. તેણે 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્નાએ 5 ઓવરમાં 26 રન આપીને એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો........
Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત
Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત
Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?
Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય