IND W vs AUS: પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું, સિરીઝમાં મેળવી 1-0ની સરસાઈ
Ind-W-vs-Aus-W: ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
Ind-W-vs-Aus-W: ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 285 રન બનાવ્યા હતા અને છ વિકેટે મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ફીબી લિચફિલ્ડ, તહલિયા મેકગ્રા અને એલિસ પેરીએ અડધી સદી ફટકારી હતી.
Australia win the 1st ODI by 6 wickets.#TeamIndia will aim to bounce back in the next game 🙌
— BCCI Women (@BCCIWomen) December 28, 2023
Scorecard ▶️ https://t.co/MDbv7Rm75J#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/BeoV1pOidJ
એલિસ પેરી અને ફીબી લિચફિલ્ડે અડધી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને જીતની અણી પર પહોંચાડ્યું હતું. બંનેએ સદીની ભાગીદારી કરી હતી. કેપ્ટન એલિસા હીલી ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગઈ હતી. પેરી 75 રન બનાવીને આઉટ થઈ હતી અને ફીબી 78 રન બનાવીને આઉટ થઈ હતી. બેથ મૂની 42 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તહલિયા 68 અને ગાર્ડનર સાત રન બનાવીને અણનમ રહી હતી. ભારત તરફથી રેણુકા ઠાકુર, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ લીધી હતી.
પ્રથમ દાવમાં શું થયું?
પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા. ભારત તરફથી જેમિમાહ રોડ્રિગ્સે સૌથી વધુ 82 રન બનાવ્યા હતા. પૂજા વસ્ત્રાકરે અણનમ 62 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર અને જ્યોર્જિયા વેરહેમે બે-બે વિકેટ લીધી હતી. ડાર્સી બ્રાઉન, એનાબેલ સધરલેન્ડ, મેગન શુટ અને અલાના કિંગે એક-એક વિકેટ લીધી હતી.
ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા ફરી એકવાર આઉટ ઓફ ફોર્મ જોવા મળી અને એક રન બનાવ્યા બાદ તે ડાર્સી બ્રાઉન દ્વારા બોલ્ડ થઈ ગઈ. આ પછી યસ્તિકા ભાટિયાએ રિચા ઘોષ સાથે બીજી વિકેટ માટે 29 રનની ભાગીદારી કરી હતી. રિચા 20 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 21 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર કંઈ ખાસ કરી શકી ન હતી અને નવ રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. યાસ્તિકા અડધી સદી ચૂકી ગઈ હતી. તે 64 બોલમાં 49 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. દીપ્તિ શર્મા પણ 21 રન બનાવી પેવેલિયન પરત ફરી હતી. અમનજોત કૌરે 20 રન અને સ્નેહ રાણાએ એક રનનું યોગદાન આપ્યું હતું. જેમિમાહ રોડ્રિગ્સ સદી ચૂકી ગઈ હતી. તેણે 77 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતે, પૂજા વસ્ત્રાકરે ઝડપી રન બનાવ્યા અને શાનદાર અડધી સદી રમીને ટીમ ઈન્ડિયાને સારા સ્કોર સુધી લઈ ગઈ.
ભારત પ્લેઇંગ-11
હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શૈફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ, સાયકા ઈશાક, અમનજોત કૌર, રેણુકા સિંહ ઠાકુર, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા.
ઑસ્ટ્રેલિયા પ્લેઇંગ-11
એલિસા હીલી (કેપ્ટન), બેથ મૂની, ફીબી લિચફિલ્ડ, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, તાહિલા મેકગ્રા, ડાર્સી બ્રાઉન, અલાના કિંગ, મેગન શુટ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેરહેમ.