શોધખોળ કરો

ભારત વિ પાકિસ્તાન: ચેમ્પિયન્સ ટ્રોફીમાં મહામુકાબલો, જાણો તારીખ, સમય સહિતની A to Z વિગતો

IND vs PAK live streaming: 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ટકરાશે ભારત-પાક, પાકિસ્તાન માટે કરો યા મરોની સ્થિતિ.

India vs Pakistan match: ક્રિકેટ જગતના સૌથી મોટા મુકાબલા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અને પાકિસ્તાન રવિવાર, 23 ફેબ્રુઆરીના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે. ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે મેચ શરૂ થશે, જ્યારે ટોસ બપોરે 2 વાગ્યે થશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આ બંને ટીમોની બીજી મેચ હશે. ભારતે પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો, જ્યારે પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.  પાકિસ્તાન માટે આ મેચ નોકઆઉટથી ઓછી નથી, કારણ કે જો તેઓ આ મેચ હારી જાય છે, તો સેમિફાઇનલમાં પહોંચવાની તેમની આશા લગભગ સમાપ્ત થઈ જશે. બીજી તરફ, ભારત પોતાની જીતની ગતિ જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે.

2025ની ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને મોટો ફટકો ત્યારે પડ્યો હતો જ્યારે સેમ અયુબ ટીમની બહાર હતો. હવે પ્રથમ મેચમાં હાર બાદ પાકિસ્તાન ટીમને બીજો આંચકો લાગ્યો છે. સ્ટાર ઓપનર ફખર ઝમાન પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જો કે ફખરની જગ્યાએ સિનિયર ખેલાડી ઈમામ ઉલ હકને ટીમમાં તક મળી છે.

મેચ ક્યાં જોવી?

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ રોમાંચક મુકાબલો તમે ઘરે બેઠા પણ માણી શકો છો.

મોબાઇલ પર: JioStar પર મેચનું ફ્રીમાં લાઇવ સ્ટ્રીમિંગ થશે.

ટીવી પર: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર મેચનું લાઇવ પ્રસારણ થશે.

દર્શકો 9 અલગ-અલગ ભાષાઓમાં કોમેન્ટ્રી સાથે મેચ જોઈ શકશે, જેમાં ભોજપુરી અને હરિયાણવીનો પણ સમાવેશ થાય છે.

સ્ટેડિયમમાં જઈને મેચ જોવાનું સપનું જોનારા ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે, કારણ કે મેચની તમામ ટિકિટો વેચાઈ ચૂકી છે.

ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, ઋષભ પંત, વોશિંગ્ટન.

પાકિસ્તાન ક્રિકેટ - ઇમામ ઉલ હક, બાબર આઝમ, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ, અબરાર અહેમદ, મોહમ્મદ હસનૈન, ઉસ્માન ખાન, કામરાન ગુલામ, ફહીમ અશરફ.

આ પણ વાંચો....

IND vs BAN: પહેલા શમીની બોલિંગનો તરખાટ, પછી શુભમન ગિલની સદી; ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે ધૂળ ચટાડી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
સોના-ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો, જાણો 14 ઓગસ્ટનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો, જાણો 14 ઓગસ્ટનો લેટેસ્ટ ભાવ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Demolition Protest : અમદાવાદમાં ડિમોલિશન દરમિયાન પથ્થરમારો, મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ
Amit Chavda : 8 સપ્ટેમ્બર સુધીમાં શ્વેતપત્ર જાહેર કરો, વિધાનસભાનો ઘેરાવ કરીશું... દિલ્લી કૂચ કરીશું
Gujarat Tribal Protest: ધરમપુરમાં આદિવાસી મહારેલી, ગોઠવાયો લોખંડી બદોબસ્ત
Gujarat Rain | ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડની શરૂઆત, ચાર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ તૂટી પડશે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
સોના-ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો, જાણો 14 ઓગસ્ટનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો, જાણો 14 ઓગસ્ટનો લેટેસ્ટ ભાવ
10 થી 12 ઇંચ સુધી વરસાદ ખાબકશે, ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
10 થી 12 ઇંચ સુધી વરસાદ ખાબકશે, ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Janmashtami 2025: કૃષ્ણ જન્માષ્ટમી પર ઘરમાં આ જગ્યા પર રાખો મોરપંખ, સુખ શાંતિમાં થશે વધારો
Janmashtami 2025: કૃષ્ણ જન્માષ્ટમી પર ઘરમાં આ જગ્યા પર રાખો મોરપંખ, સુખ શાંતિમાં થશે વધારો
બિહાર SIR કેસમાં સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ, 65 લાખ લોકોનો ડેટા જાહેર કરવામાં આવશે
બિહાર SIR કેસમાં સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ, 65 લાખ લોકોનો ડેટા જાહેર કરવામાં આવશે
BSNL નો 84 દિવસનો સૌથી સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે રોજ મળશે 3GB ડેટા
BSNL નો 84 દિવસનો સૌથી સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે રોજ મળશે 3GB ડેટા
Embed widget