આજે ભારત-વિન્ડીઝ વચ્ચે 3 મેચની વન ડે સીરિઝ, કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ, લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર દેખાશે ?
આ પ્રવાસ 22 જુલાઈથી એટલે કે આજથી શરૂ થશે અને 7 ઓગસ્ટે સમાપ્ત રહેશે.
India vs West Indies 2022: ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ પુરો થઈ ચૂક્યો છે અને હવે વિન્ડિઝ પ્રવાસની શરૂ થઇ રહ્યો છે. ભારતીય ટીમ હાલમાં ત્રિનાદાદના પૉર્ટ ઓફ સ્પેનમાં પહોંચી ચૂકી છે. અહીં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચની વન-ડે સીરીઝ અને પાંચ મેચની ટી-20 સીરીઝ રમવાની છે. આ પ્રવાસ 22 જુલાઈથી એટલે કે આજથી શરૂ થશે અને 7 ઓગસ્ટે સમાપ્ત રહેશે. અહીંની એક ખાસ વાત એ છે કે આ તમામ 8 મેચ કોઈ પણ પ્રાઈવેટ સેટેલાઈટ ચેનલ પર ટેલિકાસ્ટ નહીં થાય.
ભારત-વેસ્ટ ઇન્ડીઝની વન-ડે સિરીઝની પ્રથમ મેચ ક્યાં રમાશે ?
આ મેચ વેસ્ટ ઈન્ડિઝના પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ વનડે મેચ ક્યારે શરૂ થશે ?
આ મેચ 22 જુલાઈએ ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ વનડેનું કઈ ચેનલ પર જીવંત પ્રસારણ થશે ?
આ મેચનું ડીડી સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
તમે આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો ?
આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ફેનકોડ એપ પર જોઇ શકાય છે.
શું ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની તમામ 8 મેચોનો સમય અને ટેલિકાસ્ટ ચેનલ એક જ રહેશે ?
ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીની ત્રણેય મેચ સાંજે 7 વાગ્યે ટેલિકાસ્ટ થશે અને ટી-20 સિરિઝની પાંચ મેચનું ટેલિકાસ્ટ રાત્રે 8 વાગ્યે થશે. તમામ મેચ ડીડી સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે અને તેમનું લાઇવ સ્ટ્રીમિંગ ફક્ત ફેનકોડ એપ્લિકેશન પરથી જ થશે.
વન-ડે શ્રેણીનો કાર્યક્રમ -
પ્રથમ વન-ડે - 22 જુલાઈ (ત્રિનિદાદ)
બીજી વન-ડે - 24 જુલાઈ (ત્રિનિદાદ)
ત્રીજી વન-ડે - 27 જુલાઈ (ત્રિનિદાદ)
ટી-20 શ્રેણીનો કાર્યક્રમ -
પ્રથમ ટી20 - 29 જુલાઈ (ત્રિનિદાદ)
બીજી ટી-20- 01 ઓગસ્ટ (સેન્ટ કિટ્સ)
ત્રીજી ટી-20- 02 ઓગસ્ટ (સેન્ટ કિટ્સ)
ચોથી ટી20 - 06 ઓગસ્ટ, લૌડરહિલ, ફ્લોરિડા
પાંચમી ટી-20- 07 ઓગસ્ટ લાઉડરહિલ, ફ્લોરિડા.
આ પણ વાંચો.........
Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ
Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર
Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન
Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત
5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો