શોધખોળ કરો
'ઋષભ પંત એકદિવસ ધોનીના તમામ રેકોર્ડ તોડી નાંખશે' -કયા ભારતીય ક્રિકેટરે કરી ભવિષ્યવાણી, જાણો કેમ
સીરીઝમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. સીરીઝમાં ઋષભ પંત હીરો બનીને ઉભર્યો છે, ત્યારે પૂર્વ ચીફ સિલેક્ટર અને સ્ટાર ક્રિકેટર કિરણ મોરે કહ્યું કે, પંત એકદિવસ ધોનીના રેકોર્ડને તોડી નાંખશે

(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવામાં ચોથી ટેસ્ટ પુરી થઇ, ભારતીય ટીમે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ઇંગ્લિશ ટીમને 3-1થી સજ્જડ હાર આપી અને સીરીઝ પોતાના નામે કરી લીધી હતી. ભારતીય ટીમની જીતમાં સતત યુવા ખેલાડીઓનો ફાળો વધી રહ્યો છે. આ સીરીઝમાં પણ યુવા ખેલાડીઓએ પોતાનો દામ બતાવ્યો છે. સીરીઝમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. સીરીઝમાં ઋષભ પંત હીરો બનીને ઉભર્યો છે, ત્યારે પૂર્વ ચીફ સિલેક્ટર અને સ્ટાર ક્રિકેટર કિરણ મોરે કહ્યું કે, પંત એકદિવસ ધોનીના રેકોર્ડને તોડી નાંખશે.
ચોથી ટેસ્ટમાં ઋષભ પંતે જબરદસ્ત 101 રનની શતકીય ઇનિંગ રમી, આની સાથે પંતની ચારેયકોર પ્રસંશા થવા લાગી હતી. આ સંદર્ભમાં ભારતના પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ પણ ભવિષ્યવાણી કરતા કહ્યું કે, પંત ધોનીના તમામ રેકોર્ડ તોડી નાંખશે. કિરણ મોરેએ કહ્યું કે 20 ટેસ્ટમાં પંતની આ બીજી સદી છે, તેની પ્રગતિને ધ્યાનમાં રાખતા તે દિવસો દુર નથી કે જ્યારે તે ભારતીય દિગ્ગજ વિકેટકીપર એમએસ ધોનીના રેકોર્ડને તોડી દેશે. અનુભવની સાથે ઋષભ પંત એક લાંબો રસ્તો બનાવશે.
કિરણ મોરેએ પંતની પ્રસંશા કરતા કહ્યું- તમે દરરોજ શીખો છો, તમે અલગ અલગ પીચો પર અલગ અલગ રીતે રમતા શીખો છો, તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ પેસરો અને સ્પીનરોને ધ્યાનમાં રાખીને શીખો છો.જે હાલના સમયમાં ભારતની પાસે છે. તમારે અવલોકન કરીને શીખવુ પડશે, તે એમએસ ધોનીના રેકોર્ડને તોડી નાંખશે, અનુભવની સાથે પંત એક લાંબો રસ્તો બનાવશે.
(ફાઇલ તસવીર)
(ફાઇલ તસવીર)
વધુ વાંચો
Advertisement




















