(Source: ECI/ABP News/ABP Majha)
'વનડે ક્રિકેટને ઇન્ટરનેશનલ કેલેન્ડરમાંથી હટાવી દો, હવે જરૂર નથી'- દિગ્ગજ ક્રિકેટરે કરી આવી માંગ
વસીમ અકરમે વૉર્ની અને ટફર્સ ક્રિકેટ ક્લબ પૉડકાસ્ટ પર કહ્યું કે, - મને લાગે છે કે, વનડે ક્રિકેટને ખતમ કરવા પર વિચાર કરવો જોઇએ.
ઇસ્લામાબાદઃ વનડે ક્રિકેટમાંથી બેન સ્ટૉક્સે સન્યાસ લીધા બાદ આ ફોર્મેટને લઇને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. હવે પાકિસ્તાનના મહાન ક્રિકેટર વસીમ અકરમે પણ આ કડીમાં પોતાનો મત આપ્યો છે. અકરમ ઇચ્છે છે કે આંતરરાષ્ટ્રીય કેલેન્ડરમાંથી વનડે ક્રિકેટની હટાવી દેવી જોઇએ. બેન સ્ટૉક્સના સન્યાસ લેવાના ફેંસલાનુ સમર્થન કરતા વસીમ અકરમે કહ્યું કે, ખેલાડીઓને ત્રણેય ફોર્મેટમાં રમવુ આસાન નથી.
વસીમ અકરમે વૉર્ની અને ટફર્સ ક્રિકેટ ક્લબ પૉડકાસ્ટ પર કહ્યું કે, - મને લાગે છે કે, વનડે ક્રિકેટને ખતમ કરવા પર વિચાર કરવો જોઇએ. ભારત, પાકિસ્તાન, ખાસ કરીને શ્રીલંકા, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા વનડે ક્રિકેટમાં સ્ટેડિયમમાં લોકોની સંખ્યા ઓછી થવા લાગી છે.
સ્ટૉક્સના વનડે મેચોમાં સન્યાસ લેવાના ફેંસલાને યોગ્ય ઠેરવતા વસીમ અકરમે ટિપ્પણી કરી અને કહ્યું કે, - આ તેને ફેંસલો કરવાનો છે કે તે વનડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ રહ્યાં છે, ખુબજ દુઃખદ છે પરંતુ હુ તેમની સાથે સહમત છું.
વસીમ અકરમનુ માનવુ છે કે, વનડે ક્રિકેટની સ્થિતિ એકદમ ખરાબ થવાની છે. ટી20 ખુબ જ સરળ છે, કેમ કે વધારે પૈસા મળે છે. મને લાગે છે કે, ટી20 કે ટેસ્ટ ક્રિકેટ આ આધુનિક ક્રિકેટનો ભાગ છે, વળી વનડે ક્રિકેટનો હાલ ખરાબ થવાનો છે. એકરમનુ માનવુ છે કે, ટેસ્ટ ક્રિકેટ રમતનુ સૌથી મુખ્ય ફોર્મેટ છે, કેમ કે આ માત્ર રમત છે, જ્યાં રમતના દિગ્ગજ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો.........
Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ
Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર
Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન
Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત
5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો