21 મહિના બાદ વનડેમાં પાછો આવ્યો આ ઘાકડ ખેલાડી, ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે, જાણો પ્રદર્શન વિશે....
રવિચંદ્રન અશ્વિને વર્ષ 2022 ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ માટે 50 ઓવરના ફોર્મેટમાં તેની છેલ્લી મેચ રમી હતી
India vs Australia, ODI Series 2023: વનડે વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વનડે સીરીઝ માટે 18 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ફેન્સ માટે સૌથી આશ્ચર્યજનક નિર્ણય 21 મહિના પછી અનુભવી ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનની વનડે ટીમમાં પરત ફરવાનો હતો. અશ્વિનને સીરીઝની ત્રણેય મેચો માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને હવે એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે તેને વનડે વર્લ્ડકપ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
રવિચંદ્રન અશ્વિને વર્ષ 2022 ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ માટે 50 ઓવરના ફોર્મેટમાં તેની છેલ્લી મેચ રમી હતી. 2010માં પોતાની પ્રથમ વનડે મેચ રમનાર અશ્વિન 2017 સુધી આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ સભ્ય હતો. આ પછી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલના આવવાના કારણે તેણે પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું હતું. 2011માં ભારતે વર્લ્ડકપ જીત્યો ત્યારે 37 વર્ષીય અશ્વિન ટીમનો ભાગ હતો. અશ્વિને વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી 10 મેચ રમી છે અને 24.88ની એવરેજથી 17 વિકેટ લીધી છે.
એશિયા કપમાં અક્ષર પટેલની ઈજા બાદ અશ્વિનના અનુભવને ધ્યાનમાં લઈને તેને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે. અશ્વિન નીચલા ક્રમમાં પણ વધુ સારા બેટ્સમેનની ભૂમિકા ભજવી શકે છે. અત્યાર સુધી અશ્વિને ભારતીય ટીમ માટે 113 વનડે મેચોમાં 33.5ની એવરેજથી 151 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે બેટ વડે 707 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદીની ઇનિંગ પણ સામેલ છે.
અશ્વિને છેલ્લી 5 વનડેમાં હાંસલ કરી માત્ર 5 વિકેટો -
વનડેમાં છેલ્લી 5 મેચોમાં અશ્વિનના પ્રદર્શન પર નજર કરીએ તો તે કંઈ ખાસ રહ્યું નથી. અશ્વિને જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની વનડે સીરીઝમાં 2 મેચ રમીને માત્ર 1 વિકેટ લીધી હતી. આ પહેલા 2017માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રમાયેલી 5 મેચની વનડે સીરીઝમાં અશ્વિનને 2 મેચ રમવાની તક મળી હતી અને આમાં તે માત્ર 4 વિકેટ જ લઈ શક્યો હતો. જ્યારે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં અશ્વિન એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો.
"Athirudha Nenjam athiranum Mamey,
— Dinesh🖤💙 (@Itz_Dineshh) September 17, 2023
Patharudha Ulla Patharanum da"
"Udharudha kaalu udharudha Mamey,
Varuvathu anney Anthony daa".
🔥🔥🔥💥💥 Happy birthday naaa @ashwinravi99 #Ashwin #RavichandranAshwin pic.twitter.com/jzRTiXsTP4
I Think They Are Looking To Bring Scientist Ravichandran Ashwin Into The World Cup Squad. #Ashwin #RavichandranAshwin #INDvsAUS #WorldCup2023 pic.twitter.com/HOuBxrQepD
— Aufridi Chumtya (@ShuhidAufridi) September 18, 2023
Ravindra Jadeja and Ravichandran Ashwin will be playing an ODI match together after a long long time
— Jyotirmay Das (@dasjy0tirmay) September 18, 2023
that too under a "WicketKeeper-Captain"
Nostalgic?? 🥺🥺🥺#RavichandranAshwin #KLRahul #INDvAUS #INDvsAUS #CWC23 pic.twitter.com/M6MrdcKUsc