T20 World Cup વર્લ્ડકપ માટે રિકી પોન્ટિંગની ભવિષ્યવાણી, જાણો કઇ બે ટીમો વચ્ચે ફાઇનલમાં ટક્કર થવાની વાત કહી
આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022) ની શરૂઆત 16 ઓક્ટોબરે ક્વૉલિફિકેશન રાઉન્ડ (Qualification Round)ની સાથે શરૂ થશે.
Ricky Ponting On T20 World Cup 2022: આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022) ની શરૂઆત 16 ઓક્ટોબરે ક્વૉલિફિકેશન રાઉન્ડ (Qualification Round)ની સાથે શરૂ થશે. ભારત સહિત લગભગ તમામ ટીમોએ ટી20 વર્લ્ડકપ 2022માં પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે (Ricky Ponting) આ ટી20 વર્લ્ડકપને લઇને તેને મોટી ભવિષ્ય વાણી કરી છે.
આ બે ટીમો વચ્ચે રમાશે ફાઇનલ મેચ -
ખરેખરમાં, રિકી પોન્ટિંગ (Ricky Ponting)નું માનવુ છે કે આ વખતે ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને સામોન થશે. પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માને છે કે ફાઇનલમાં યજમાન ટીમ ભારતને હરાવી દેશે, કેમ કે કાંગારુ ટીમની પાસે ઘરેલુ માહોલનો ફાયદો હશે. સાથે તેમને કહ્યું કે, ગયા ટી20 વર્લ્ડકપમાં મોટાભાગના વિશેષણો ઓસ્ટ્રેલિયાને દાવેદાન ન માની રહ્યાં, પરંતુ ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી હતી.
આ ત્રીજી ટીમ પણ છે દાવેદાર -
રિકી પોન્ટિંગ (Ricky Ponting) અનુસાર, ઓસ્ટ્રેલિયા અને ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટને જીતવા માટે મજબૂત દાવેદાર છે. તેમને કહ્યું કે, ઇયૉન મૉર્ગનના (Eoin Morgan) ગયા બાદ જૉસ બટલર (Jos Buttler)ની કેપ્ટનશીપમાં ઇંગ્લિશ ટીમ એટલી તાકાતવાર નથી દેખાતી, પરંતુ આ ટીમની પાસે મેચ વિનર ખેલાડીઓ ઘણાબધા છે. પૂર્વ કાંગારુ કેપ્ટને કહ્યું કે, ટી20 વર્લ્ડકપમાં કઇ ટીમનુ પલડુ ભારે રહેશે, આ તો સમય જ બતાવશે, પરંતુ ઓસ્ટ્રેલિયા અને ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ મજબૂત દાવેદારી કરશે.
આ પણ વાંચો...........
Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ
સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને
જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો