INDvsPAK: રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઓપનિંગ બેટ્સમેન તરીકે બનાવ્યો આ મોટો રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની બીજી મેચમાં મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. વાસ્તવમાં, તેણે ઓપનિંગ બેટ્સમેન તરીકે ODI ક્રિકેટમાં તેના 9,000 રન પૂરા કર્યા છે.

INDvsPAK: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની બીજી મેચમાં મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. વાસ્તવમાં, તેણે ઓપનિંગ બેટ્સમેન તરીકે ODI ક્રિકેટમાં તેના 9,000 રન પૂરા કર્યા છે. દુબઈમાં પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં તેણે 1 રન બનાવતાની સાથે જ આ આંકડો સ્પર્શ કર્યો હતો. આવું કરનાર તે વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. રોહિત હવે 9,000 રનનો આંકડો પાર કરનાર દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે.
સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે
તમને જણાવી દઈએ કે ઈનિંગની શરૂઆત કરતી વખતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે વનડેમાં 340 ઇનિંગ્સમાં 48.30ની એવરેજથી 1,5310 રન બનાવ્યા છે. તેંડુલકર ઉપરાંત સનથ જયસૂર્યા (12,740), ક્રિસ ગેલ (10,179), એડમ ગિલક્રિસ્ટ (9,200) અને સૌરવ ગાંગુલી (9,146)એ આ કર્યું છે.
ઓપનિંગ બેટ્સમેન તરીકે રોહિતે ODIની 181 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો છે. તેણે સચિન તેંડુલકરને સૌથી ઓછી ઇનિંગ્સના મામલે પાછળ છોડી દીધો, જેણે 197 ઇનિંગ્સમાં તેના 9,000 રન પૂરા કર્યા. આ યાદીમાં ગાંગુલી ત્રીજા સ્થાને છે, જેણે 231 ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલે 246 ઇનિંગ્સમાં 9,000 રન અને ઓસ્ટ્રેલિયાના ગિલક્રિસ્ટે 253 ઇનિંગ્સમાં 9,000 રન પૂરા કર્યા હતા.
રોહિતે બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચ દરમિયાન વનડેમાં 11,000 રન પૂરા કર્યા હતા. આ આંકડો સ્પર્શનાર તે વિશ્વનો 10મો અને ભારતનો માત્ર ચોથો બેટ્સમેન બન્યો છે. ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો ODI ફોર્મેટમાં રોહિત પહેલા માત્ર તેંડુલકર (18,426), કોહલી અને સૌરવ ગાંગુલી (11,221)એ 11,000 રન બનાવ્યા હતા. રોહિત બીજી સૌથી ઓછી ઇનિંગ્સમાં 11,000 ODI રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
પાકિસ્તાને 241 રન બનાવ્યા
ભારત સામેની મેચમાં પ્રથમ રમતા પાકિસ્તાને 241 રન બનાવ્યા છે. પાકિસ્તાનની ટીમ ફરી એકવાર ધીમી બેટિંગનો શિકાર બની છે, સઈદ શકીલની અડધી સદી છતાં પાકિસ્તાનની ટીમ 250ના સ્કોરને પણ સ્પર્શી શકી નથી. પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે હારી ચૂકી છે. હવે ભારત સામે જીતવા માટે 242 રનના લક્ષ્યાંક છે.
IND vs PAK: 3 વિકેટ ઝડપી કુલદીપ યાદવે નવો ઈતિહાસ રચ્યો, એક ઝાટકે અશ્વિન-બુમરાહને છોડી દિધા પાછળ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
