IND vs NZ: રોહિત શર્માએ ટોસ હારી ફરી બનાવ્યો શરમજનક રેકોર્ડ
રોહિત શર્મા અને કંપની ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડના પડકારનો સામનો કરવો પડશે.

IND vs NZ: રોહિત શર્મા અને કંપની ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડના પડકારનો સામનો કરવો પડશે. આજે 9 માર્ચે દુબઈમાં જ્યારે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ટોસ માટે મેદાનમાં ઉતર્યો ત્યારે ચાહકો પ્રાર્થના કરી રહ્યા હતા કે ટોસ ભારત જીતે. પરંતુ ફરી એક વખત રોહિત શર્મા ટોસ હાર્યો છે. રોહિત શર્માએ ટોસ હારી ફરી એક વખત શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.
રોહિત શર્મા સતત ટોસ હારી રહ્યો છે. વનડેમાં સૌથી વધુ ટોસ હારનારા ટોપ-3 કેપ્ટનોમાં તેનું નામ સામેલ છે. રોહિત સતત 12 ODI મેચોમાં ટોસ હાર્યો છે. તે ODIમાં સૌથી વધુ ટોસ હારનાર કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માએ ટોસ હારવામાં બ્રાયન લારાની બરાબરી કરી છે. લારાના નામે ODIમાં સતત 12 વખત ટોસ હારવાનો શરમજનક રેકોર્ડ છે.
ODIમાં સતત સૌથી વધુ ટોસ હારનાર કેપ્ટન
12 - બ્રાયન લારા
12 - રોહિત શર્મા
11 - પીટર બોરેન
ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ મેચ આજે દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે, આજે કીવી ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ પહેલા કીવી ટીમ માટે એક મોટો ઝટકારૂપ સમાચાર સામે આવ્યા છે. સ્ટાર બૉલર ફાઇનલ મેચ નથી રમી રહ્યો.
કીવી ટીમને ઝટકો, ભારત માટે સારા સમાચાર ?
ટૉસ બાદ સામે આવેલી પ્લેઇંગ ઇલેવનમાં કીવી ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો એ લાગ્યો છે કે ટીમનો ખતરનાક ખેલાડી મેટ હેનરી ઈજાના કારણે ફાઇનલમાંથી બહાર થઈ ગયો છે. આ મેચ માટે ન્યૂઝીલેન્ડે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યા છે. ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની ફાઇનલ મેચ માટે ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરવા મેદાનમાં ઉતરશે.
મેચ પહેલા જ ન્યૂઝીલેન્ડ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કીવી ટીમનો સૌથી ઘાતક બૉલર મેટ હેનરી ફાઇનલમાંથી બહાર થઇ ગયો છે. આ પહેલા જ અનુભવી ભારતીય ખેલાડી આકાશ ચોપડાએ ઉત્સાહ વ્યક્ત કર્યો છે કે ટાઇટલ મુકાબલામાં બે ઝડપી બોલરો, મોહમ્મદ શમી અને મેટ હેનરી વચ્ચેનો મુકાબલો રસપ્રદ રહેશે. વળી, ચોપડાએ એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે મેટ હેનરી અંતિમ મેચ માટે સંપૂર્ણપણે ફિટ નથી, તે સાચુ પડ્યુ છે, આજે મેચમાંથી બહાર છે, ખાસ વાત છે કે, મેટ હેનરીએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 10 વિકેટ લીધી છે.




















