શોધખોળ કરો

Sophie Devine Retirement: 19 વર્ષની કારર્કિદી, વર્લ્ડકપ વચ્ચે આ દિગ્ગજે લીધી નિવૃતિ

Sophie Devine Retirement: ન્યૂઝીલેન્ડ પહેલાથી જ સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ ગયું હતું, પરંતુ સોફી ડિવાઈન વિજયની યાદો સાથે ક્રિકેટને અલવિદા કહી શકી નહીં

Sophie Devine Retirement: ન્યૂઝીલેન્ડની દિગ્ગજ ક્રિકેટર સોફી ડિવાઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. રવિવારે તેણીએ 2025 મહિલા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે પોતાની કારકિર્દીની અંતિમ મેચ રમી હતી. ન્યૂઝીલેન્ડ પહેલાથી જ સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ ગયું હતું, પરંતુ સોફી ડિવાઈન વિજયની યાદો સાથે ક્રિકેટને અલવિદા કહી શકી નહીં. ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું.

સોફી ડિવાઈનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 19 વર્ષથી વધુ લાંબી હતી. તેણીએ અગાઉ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. મેચ પછી તેના સાથી ખેલાડીઓ,  વિપક્ષની ટીમના ખેલાડીઓ અને ચાહકોએ તેના પ્રત્યે આદર દર્શાવ્યો હતો. તેણીએ ઇંગ્લેન્ડ સામેની મેચમાં 23 રન બનાવ્યા અને એક વિકેટ લીધી હતી.

સોફી ડિવાઈનની રિટાયરમેન્ટ સ્પીચ

તેણીના રિટાયરમેન્ટ સ્પીચમાં સોફી ડિવાઈને કહ્યું હતું કે, "હું દરેકનો આભાર માનવા માંગુ છું. હું ટીમના સભ્યો, સપોર્ટ સ્ટાફ, મીડિયા અને અપોનેન્ટ ટીમનો આભારી છું. આટલા વર્ષોથી ક્રિકેટ રમવાની તક મળી તે સન્માનની વાત છે. મેં આ રમતને સંપૂર્ણપણે અલવિદા કહ્યું નથી; મને ખબર છે કે હું હજુ પણ મેદાન પર રહીશ."                                                        

તેણીએ કહ્યું હતું કે જ્યારે તેણીએ પોતાની કારકિર્દી શરૂ કરી હતી ત્યારે મહિલા ક્રિકેટને બહુ મહત્વ આપવામાં આવતું ન હતું પરંતુ આજે મહિલા ક્રિકેટ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે.                      

સોફી ડિવાઈને 36 વર્ષની ઉંમરે તેણીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત કર્યો હતો. તેણીએ તેણીની 159 વન-ડે મેચોમાં 4279 રન બનાવ્યા હતા. તેણીની વન-ડે કારકિર્દીમાં તેણીએ 9 સદી અને 18 અડધી સદી ફટકારી અને 111 વિકેટ પણ લીધી હતી. તેણીએ તેની કારકિર્દીમાં 146 ટી-20 મેચ પણ રમી, જેમાં તેણીના નામે 3431 રન છે અને બોલિંગ કરતી વખતે તેણે 119 વિકેટ પણ લીધી હતી.              

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?

Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા

દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?

Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા

Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ

શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?

Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ

Embed widget