SAvIND: સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં આ ખેલાડીને નહી મળે સ્થાન, આવી હશે પ્લેઇંગ ઇલેવન?
રોહિત શર્માની ગેરહાજરીમાં લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરી શકે છે.
સેન્ચુરીયનઃ ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ટીમ ઇન્ડિયા અહી ત્રણ ટેસ્ટ મેચની સિરિઝ રમશે. આવતીકાલે રવિવારથી સીરિઝની પ્રથમ ટેસ્ટ શરૂ થશે. આ મેચમાં ટીમ ઇન્ડિયા પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરશે તેવી વાત ટીમના વાઇસ કેપ્ટન લોકેશ રાહુલે સ્પષ્ટ કરી હતી. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન કેવી હશે તેને લઇને અહી રજૂઆત કરવામાં આવી છે.
રોહિત શર્માની ગેરહાજરીમાં લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરી શકે છે. બંન્નેએ અનેકવાર સાથે ઓપનિંગ કરી ચૂક્યા છે. ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ રહાણેને ટીમમાં સ્થાન ન આપવામાં આવે તેવી શક્યતા છે. તેના સ્થાને ફોર્મમાં રહેલા શ્રૈયસ ઐય્યરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. તે સિવાય ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી મિડલ ઓર્ડરમાં રહેશે.
વિકેટકીપર રિષભ પંતે છેલ્લી કેટલીક ટેસ્ટ સીરિઝમાં વિદેશી ધરતી પર સારુ પ્રદર્શન કર્યું છે. આ મેચમાં પણ તેને સ્થાન આપવામાં આવશે તે લગભગ નક્કી છે. સાઉથ આફ્રિકાની ઝડપી પીચ પર ટીમ ઇન્ડિયા જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની સાથે મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુરને ઉતારી શકે છે. સ્પિન વિભાગમાં અશ્વિનને ટીમમાં સ્થાન મળે તેવી આશા છે.
સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, મયંક અગ્રવાલ, શ્રેયસ ઐય્યર, રિષભ પંત, આર.અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર) બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર) ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર) વન-ડે સીરિઝનું શિડ્યુલઃ પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર) બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર) ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
સુરતમાં કોરોનાનો કાળો કેરઃ બે ઓમીક્રોન શંકાસ્પદ આવ્યા, સ્કૂલોમાં પણ થઈ કોરોનાની એન્ટ્રી
કોરોનાના કેસ વધતા ગુજરાતમાં મોટો નિર્ણય, 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં કરાયો ફેરફાર
1 જાન્યુઆરીથી ATMમાંથી રોકડ ઉપાડવા અને જમા કરવા મોંઘા પડશે, જાણો કેટલો લાગશે ચાર્જ