એકબાજુ ટી20 વર્લ્ડકપ માટે રવાના થશે ટીમ ઇન્ડિયા, તો બીજીબાજુ આ દેશ સામે રમશે વનડે સીરીઝ, જાણો ભારતીય ટીમનુ શિડ્યૂલ......
ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરની ત્રીજા અઠવાડિયાથીટી20 વર્લ્ડકપની મેચ રમાવવાની છે. આના ઠીક પહેલા ભારતની દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરીઝ રમાતી રહેશે.
Cricket Schedule: BCCI આ સમયે કૉવિડ-19ના કારણે નહીં રમાયેલી સીરીઝને જલદી પુરી કરવા માંગે છે. આ કારણે હવે ટીમ ઇન્ડિયા સતત ટી20, વનડે અને ટેસ્ટ સીરીઝ રમી રહી છે. હવે સમય એવો આવી ગયો છે કે, ભારતની બે ટીમો એક જ સમયે બે જગ્યાએ જુદીજુદી સીરીઝ રમી રહી છે. ભારતીય ટીમનુ આગળનુ શિડ્યૂલ એકદમ વ્યસ્ત છે.
રિપોર્ટ્સ અનુસાર, ઓક્ટોબરમાં ભારતીય ટીમની ટી20 સ્ક્વૉડ એકબાજુ ટી20 વર્લ્ડકપ (T20 World Cup) માટે ઓસ્ટ્રેલિયા (Australia) રવાના થવાની છે, તો વળી બીજીબાજુ ભારતની બીજી ટીમ ભારતમાં રહીને દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ વનડે સીરીઝ રમશે. BCCIના એક અધિકારીએ બતાવ્યુ કે, જેવી રીતે અમારા સચિવ જય શાહ બતાવી ચૂક્યા છે કે હાલમાં ભારતની પાસે બે રાષ્ટ્રીય ટીમ છે. જે બરાબર તાકાત વાળી છે. એટલા માટે ત્રણ વનડે મેચ એવા સમયે રમાશે, જ્યારે ભારતની એક ટીમ ટી20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે.
ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરની ત્રીજા અઠવાડિયાથીટી20 વર્લ્ડકપની મેચ રમાવવાની છે. આના ઠીક પહેલા ભારતની દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરીઝ રમાતી રહેશે. વનડે સીરીઝના પહેલા પ્રૉટિયાઝ ટીમ ભારત વિરુદ્ધ ત્રણ ટી20 મેચો પણ રમશે. પ્રૉટિયાઝ ટીમની ઠીક પહેલી ઓસ્ટ્રેલિયા પણ ભારત વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝ રમશે. આ તમામ મેચો માટે વેન્યૂની જગ્યા પણ લગભગ નક્કી થઇ ગઇ હોવાના રિપોર્ટ છે.
ક્યારે ને ક્યાં રમાઇ શકે છે મેચો ?
ભારત-ઓસ્ટ્રેલિયા ટી20 સીરીઝ -
પહેલી મેચ- 20 સપ્ટેમ્બર, મોહલી
બીજી મેચ - 23 સપ્ટેમ્બર, નાગપુર
ત્રીજી મેચ - 25 સપ્ટેમ્બર, હૈદરાબાદ
ભારત-દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ -
પહેલી મેચ - 28 સપ્ટેમ્બર, ત્રિવેન્દ્રમ
બીજી મેચ - 1 ઓક્ટોબર, ગુવાહાટી
ત્રીજી મેચ - 3 ઓક્ટોબર, ઇન્દોર
ભારત-દક્ષિણ આફ્રિકા વનડે સીરીઝ -
પહેલી મેચ - 6 ઓક્ટોબર, રાંચી
બીજી મેચ - 9 ઓક્ટોબર, લખનઉ
ત્રીજી મેચ - 11 ઓક્ટોબર, દિલ્હી
આ પણ વાંચો........
5G network: દેશમાં સૌ પ્રથમ વખત 5જી નેટવર્કનું ટ્રાયલ ગુજરાતના આ વિસ્તારમાં થશે, જાણો સંપૂર્ણ વિગત
Lumpy virus: સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કહેર યથાવત,144 પશુઓના મોત થતા હાહાકાર
Monkeypox: અમેરિકામાં પ્રથમવાર બાળકમાં જોવા મળ્યો મંકીપૉક્સ, વિશ્વમાં 13 હજારથી વધુ કેસ