Happy Birthday Steve Smith: ભારત વિરુદ્ધ સૌથી વધુ સદીઓ ફટકારનારો બેટ્સમેન છે સ્મિથ, જાણો કેવી રહી છે કેરિયર
સ્ટીવ સ્મિથ એક એવો ખેલાડી છે તેને ક્રિકેટના દરેક ફોર્મેટમાં પોતાની આગવી છાપ છોડી છે. તેને ટેસ્ટ મેચોમાં 27 અને વનડે મેચોમાં 11 સદીઓ ફટકારી છે.
Happy Birthday Steve Smith Record Against India: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. તેને ભારત, ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન સહિત કેટલીય મોટી ટીમો વિરુદ્ધ રેકોર્ડ ઇનિંગો રમી છે. સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને કેટલીય ખાસ મેચોમાં જીત અપાવી છે. સ્ટીવ સ્મિથ આજે એટલે કે 2 જૂને પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે જાણો તેની ક્રિકેટ કેરિયરની ખાસ વાતો........
સ્ટીવ સ્મિથ એક એવો ખેલાડી છે તેને ક્રિકેટના દરેક ફોર્મેટમાં પોતાની આગવી છાપ છોડી છે. તેને ટેસ્ટ મેચોમાં 27 અને વનડે મેચોમાં 11 સદીઓ ફટકારી છે. જો સ્મિથનો ભારત વિરુદ્ધ રેકોર્ડ જોઇએ તો તે ખાસ રહ્યો છે. તેને ટીમ ઇન્ડિયા વિરુદ્ધ રમેલી 22 વનડે મેચોમાં 5 સદી ફટકારી છે. સ્ટીવ સ્મિથ ભારત વિરુદ્ધ સૌથી વધુ સદીઓ ફટકારનારો બેટ્સમેન છે. આ દરમિયાન તેને 1123 રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સ્ટીવ સ્મિથે 85 ટેસ્ટ મેચોમાં 8010 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 27 સદીઓ અને 36 ફિફ્ટી ફટકારી છે. તે આ ફોર્મેટમાં 3 બેવડી સદીઓ ઠોકી ચૂક્યો છે. સ્ટીવ સ્મિથે 128 વનડે મેચોમાં 4378 રન બનાવ્યા છે. તેને વનડેમાં 11 સદી અને 25 ફિફ્ટી લગાવી છે. તે ટી20 આંતરરાષ્ટ્રયી મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે. સ્મિથે 54 ટી20 મેચોમાં 886 રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સ્ટીવ સ્મિથે પોતાની કેરિયરની શરૂઆત એક લેગ સ્પીનર તરીકે કરી હતી. પરંતુ હાલમાં તે ટેસ્ટ મેચોમાં દિગ્ગજ બેટ્સમેનમાંનો એક બની ગયો છે. સ્ટીવ સ્મિથ ટેસ્ટની સાથે સાથે વનડે ફોર્મેટમાં પણ અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી છે.
આ પણ વાંચો.....
રાશિદ ખાનનો ખુલાસોઃ આ ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરવાની થાત તો પરસેવો છૂટી જાત
Gayatri Jayanti 2022: ક્યારે છે ગાયત્રી જયંતી ? જાણો તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વિધિ
NEET PG 2022 Result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર 10 દિવસમાં જ પરિણામ જાહેર કરાયું
Horoscope Today 2 June 2022: કર્ક, કન્યા, મીન રાશિના જાતકો સાવધાન, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
હાર્ટ અટેકે સિંગર કે.કે.ની અચાનક જિંદગી લઇ લીધી, જો શરીરમાં આ સંકેત મળે તો આપ પણ થઇ જજો સાવધાન