શોધખોળ કરો

બૂમરાહે ક્યા ભારતીય બોલરની એક્શનની નકલ કરીને બોલિંગ કરતાં બોલર પણ હસી પડ્યો, જુઓ Video

આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને બુમરાહની સ્ટાઈલ લોકોને પણ ગમી છે.

જોહાનિસબર્ગમાં જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજા દિવસની રમત શરૂ થવાની હતી ત્યારે તે પહેલા એક રમુજી નજારો જોવા મળ્યો. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રમતની શરૂઆત પહેલા ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનની બોલિંગ એક્શનની નકલ કરી રહ્યો છે.

આ પહેલા પણ બુમરાહ અલગ-અલગ પ્રકારની બોલિંગ એક્શન કરતો જોવા મળ્યો છે, તેથી આ વીડિયો જોઈને ચાહકોને આશ્ચર્ય ન થવું જોઈએ પરંતુ વોન્ડરર્સમાં જોવા મળેલો નજારો જોઈને અશ્વિન પણ હસી પડ્યો હતો.

આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને બુમરાહની સ્ટાઈલ લોકોને પણ ગમી છે. ઉલ્લેખનીય છે કે દ.આફ્રિકા સિરીઝમાં જસપ્રીત બુમરાહને ઓફ સ્પિન કરતો જોઈ ફેન્સને એશિઝ સિરીઝ યાદ આવી હતી. અત્યારે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી એશિઝ સિરીઝમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સને પણ બીજી ટેસ્ટ મેચમાં ઓફ સ્પિન કરતો જોવા મળ્યો હતો. તેવામાં યૂઝર્સે કહ્યું કે જો બુમરાહ સ્પિન બોલિંગ કરશે તો ઓવર રેટનો પ્રશ્ન પણ સામે આવશે નહીં.

જો આપણે આ મેચની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ 229 રન પર સમાપ્ત થઈ ગઈ હતી, જેનો અર્થ એ થયો કે તેને પ્રથમ દાવના આધારે 27 રનની લીડ મળી હતી.

હવે આ મેચની સ્થિતિ અને દિશા બીજી ઇનિંગ નક્કી કરશે કારણ કે જો ભારતીય બેટ્સમેનો બીજી ઇનિંગમાં સ્કોરબોર્ડ પર રન લગાવે છે તો આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું જોહાનિસબર્ગમાં જ પૂર્ણ થશે.

જસપ્રીત બુમરાહ ભારતનો મુખ્ય બોલર છે. તેણે તમામ વિદેશ પ્રવાસમાં સારું પ્રદર્શન કર્યું છે. આથી ભારતે વિદેશમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. જોહાનિસબર્ગમાં ચાલી રહેલી ટેસ્ટમાં ભારતની નજર બોલરો પર છે. કારણ કે ભારતનો પ્રથમ દાવ 202ના સ્કોર સાથે પૂરો થયો છે.

ટોપ સ્ટોરી

Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Embed widget