Virat Kohli: ફોર્મમાં પરત ફર્યો વિરાટ કોહલી, હોંગકોંગ સામે ફટકારી અડધી સદી
ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે સારા સમાચાર છે. ટીમ ઈન્ડિયાનો કિંગ વિરાટ કોહલી ફરી એકવાર ફોર્મમાં પરત ફર્યો છે
દુબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે સારા સમાચાર છે. ટીમ ઈન્ડિયાનો કિંગ વિરાટ કોહલી ફરી એકવાર ફોર્મમાં પરત ફર્યો છે. એશિયા કપમાં બુધવારે હોંગકોંગ સામેની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા વિરાટ કોહલીએ એશિયા કપ પહેલા લાંબો બ્રેક લીધો હતો, અહીં તેણે વાપસી કરી હતી અને બીજી મેચમાં ફિફ્ટી ફટકારી હતી.
A 6⃣ by #KingKohli that left us 😍!
— Star Sports (@StarSportsIndia) August 31, 2022
Stand up & 👏 @imVkohli for his magnificent 5⃣0⃣ & watch him, LIVE NOW in #INDvHK, only on Star Sports & Disney+Hotstar.
DP World #AsiaCup2022 #ViratKohli #BelieveInBlue #TeamIndia pic.twitter.com/aCLBD4xT3f
વિરાટ કોહલીએ પોતાની ઇનિંગમાં 44 બોલમાં અણનમ 59 રન ફટકાર્યા હતા. દરમિયાન કોહલીએ એક ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી. વિરાટ કોહલીની શરૂઆત ધીમી હતી, પરંતુ બાદમાં તેણે ઝડપથી રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ સૂર્યકુમાર યાદવ સાથે 98 રનની ભાગીદારી કરી હતી.
T20 ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલીની આ 31મી ફિફ્ટી છે. તેણે આ મામલે કેપ્ટન રોહિત શર્માની બરાબરી કરી છે, તેણે 31 વખત T20 ઈન્ટરનેશનલમાં 50 કે તેથી વધુ રન પણ બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ હોંગકોંગને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ધીમી રહી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગના કારણે ભારતીય ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. સૂર્યકુમારે 26 બોલમાં અણનમ 68 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 ફોર અને 6 સિક્સ ફટકારી હતી. પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી હતી. કોહલીએ ટી20 ઈન્ટરનેશનલમાં તેની 31મી ફિફ્ટી ફટકારી હતી. કોહલીએ 44 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા.
Weight Loss Juice: ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે વજન ઉતારતા આ ડ્રિન્કની જાણી લો રેસિપી
PM Modi Food Expenses: પીએમ મોદીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે, RTIમાં થયો મોટો ખુલાસો