શોધખોળ કરો
Advertisement
કેન વિલિયમસને વર્લ્ડકપમાં બનાવ્યો મોટો રેકોર્ડ, દિગ્ગજ કેપ્ટનો પણ નથી કરી શક્યા આ કારનામું, જાણો વિગત
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 30 રન બનાવી આઉટ થયો હતો. જેની સાથે જ તેણે એક મોટો રેકોર્ડ તેના નામે નોંધાવી દીધો હતો.
લોર્ડસઃ વર્લ્ડકપ 2019ની ન્યૂઝીલેન્ડ-ઇંગ્લેન્ડ વચ્ચેની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બેટિંગ લીધી છે. 23 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 103 રન છે. કેપ્ટન કેન વિલિયમસન 30 રન બનાવી આઉટ થયો હતો
આ દરમિયાન કેન વિલિયમસને વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ તેના નામે નોંધાવી દીધો હતો. વિલિયમસનના નામે 578 રન નોંધાઈ ચુક્યા છે. જે કોઈપણ કેપ્ટન દ્વારા વર્લ્ડકપમાં બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.
પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના મહેલા જયવર્ધનેના નામે હતો. 2007ના વર્લ્ડકપમાં તેણે 548 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે પણ 2007ના વર્લ્ડકપમાં 539 રન બનાવ્યા હતા. વર્તમાન વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે 507 રન બનાવ્યા હતા.
વર્લ્ડકપ વિજેતા ટીમને નથી મળતી Trophy, હારનારી ટીમને મળશે આટલા રૂપિયા, જાણો વિગત વર્લ્ડકપ ફાઈનલ LIVE:#ENGvNZ સ્કોર જાણવા અહીં કરો ક્લિક5️⃣5️⃣7️⃣* - #KaneWilliamson now has more runs at #CWC19 than any other captain in a single World Cup campaign. Leading from the front 👏#CWC19Final | #BackTheBlackCaps pic.twitter.com/CdFQpC4NWj
— Cricket World Cup (@cricketworldcup) July 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement