શોધખોળ કરો
વર્લ્ડકપ વિજેતા ટીમને નથી મળતી Trophy, હારનારી ટીમને મળશે આટલા રૂપિયા, જાણો વિગત
ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019ની કુલ ઈનામી રકમ એક કરોડ ડોલર (69.41 કરોડ રૂપિયા) છે. જે ટીમ વિજેતા બનશે તેને 40 લાખ ડોલર (28 કરોડ રૂપિયા) આપવામાં આવશે.

લોર્ડ્સઃ વર્લ્ડકપ 2019ની ન્યૂઝીલેન્ડ-ઇંગ્લેન્ડ વચ્ચેની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બેટિંગ લીધી છે. આ અગાઉ આઉટફિલ્ડ ભીની હોવાના કારણે ટોસમાં 15 મિનિટ વિલંબ થયો હતો. અત્યાર સુધીમાં બંન્નેમાંથી એક પણ ટીમ એક પણ વખત વર્લ્ડકપ જીત્યો નથી.
ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019ની કુલ ઈનામી રકમ એક કરોડ ડોલર (69.41 કરોડ રૂપિયા) છે. જે ટીમ વિજેતા બનશે તેને 40 લાખ ડોલર (28 કરોડ રૂપિયા) આપવામાં આવશે. હારનારી ટીમને 20 લાખ ડોલર (13.8 કરોડ રૂપિયા) મળશે. સેમિ ફાઈનલમાં હારનારી ટીમને 8 લાખ ડોલર (5.6 કરોડ રૂપિયા) મળશે.
વર્તમાનમાં વર્લ્ડકપ ટ્રોફી સોના અને ચાંદીની બનેલી છે. જેનું વજન આશરે 11 કિલો અને ઊંચાઈ 60 સેમી હોય છે. આઈસીસીના નિયમ મુજબ જીતનારી ટીમને અસલી ટ્રોફી નથી આપવામાં આવતી, તેના બદલે તેના જેવી જ કોપી ટ્રોફી આપવામાં આવી છે. વર્લ્ડકપની ઓરિજલ ટ્રોફી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેની પાસે સંભાળીને રાખે છે. વર્લ્ડકપ ફાઈનલ LIVE: #ENGvsNZ સ્કોર જાણવા અહીં કરો ક્લિક
ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019ની કુલ ઈનામી રકમ એક કરોડ ડોલર (69.41 કરોડ રૂપિયા) છે. જે ટીમ વિજેતા બનશે તેને 40 લાખ ડોલર (28 કરોડ રૂપિયા) આપવામાં આવશે. હારનારી ટીમને 20 લાખ ડોલર (13.8 કરોડ રૂપિયા) મળશે. સેમિ ફાઈનલમાં હારનારી ટીમને 8 લાખ ડોલર (5.6 કરોડ રૂપિયા) મળશે.
વર્તમાનમાં વર્લ્ડકપ ટ્રોફી સોના અને ચાંદીની બનેલી છે. જેનું વજન આશરે 11 કિલો અને ઊંચાઈ 60 સેમી હોય છે. આઈસીસીના નિયમ મુજબ જીતનારી ટીમને અસલી ટ્રોફી નથી આપવામાં આવતી, તેના બદલે તેના જેવી જ કોપી ટ્રોફી આપવામાં આવી છે. વર્લ્ડકપની ઓરિજલ ટ્રોફી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેની પાસે સંભાળીને રાખે છે. વર્લ્ડકપ ફાઈનલ LIVE: #ENGvsNZ સ્કોર જાણવા અહીં કરો ક્લિક વધુ વાંચો




















