નવી દિલ્હીઃ છેલ્લી કેટલીક સિઝનથી સતત ખરાબ પ્રદર્શનના કારણે લોકોના નિશાન ચઢેલી દિલ્હી ડેરડેવિલ્સની ટીમે આઇપીએલ માટે પોતાનું નામ બદલી દીધુ છે. હવે આઇપીએલ 2019ની સિઝનમાં દિલ્હીની ટીમ દિલ્હી ડેરડેવિલ્સના નામે નહીં પણ દિલ્હી કેપિટલ્સના નામે મેદાનમાં ઉતરશે. દિલ્હી ડેરડેવિલ્સ ટીમે મંગળવારે સાંજે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં નવા નામની જાહેરાત કરી હતી.
2/4
3/4
સુત્રો અનુસાર દિલ્હી ડેરડેવિલ્સના નવા પાર્ટનર જેએસડબ્લ્યૂ સ્પોર્ટ્સ, ફ્રેન્ચાઇઝીની સાથે જોડાવવા બાદથી કેટલાક ફેરફારો કરવા માટે તત્પર હતાં. 2018માં પૉઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેવાના કારણે ટીમ મેનેજમેન્ટ ટીમનું નામ બદલવાની ફિરાકમાં હતાં.
4/4
દિલ્હી ડેરડેવિલ્સ નામનો આઇડિયા યુબીએ (બાસ્કેટબૉલ) લીગમાંથી લેવામાં આવ્યો છે, જ્યાં આને આ નામની ટીમ પહેલાથી અવેલેબલ છે. વળી, અમેરિકામાં વૉશિંગ્ટન કેપિટલ્સ નામની આઇસ હૉકી ટીમ પણ છે, જે નેશનલ હૉકી લીગમાં રમે છે.