શોધખોળ કરો
ધીમી બેટિંગ છતાં મેચ બાદ ફેન્સે ધોનીને ગણાવ્યો લિજેન્ડ, જાણો કારણ
ભારતીય ટીમનો મીડલ ઓર્ડર ફરી એકવાર નિષ્ફળ રહ્યો. જોકે, બાદમાં કેપ્ટન કોહલી, ધોની અને હાર્દિક પંડ્યાએ સારી બેટિંગ કરીને ટીમને સન્માનજનક 268ના સ્કૉર સુધી પહોંચાડી હતી

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતીય ટીમે બૉલરોના દમ પર તાબડતોડ જીત મેળવી, ભારતીય ટીમનો મીડલ ઓર્ડર ફરી એકવાર નિષ્ફળ રહ્યો. જોકે, બાદમાં કેપ્ટન કોહલી, ધોની અને હાર્દિક પંડ્યાએ સારી બેટિંગ કરીને ટીમને સન્માનજનક 268ના સ્કૉર સુધી પહોંચાડી હતી. મેચમાં ધોનીને બેટિંગની ફરી એકવાર ચર્ચા થઇ આફઘાનિસ્તાન બાદ વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં પણ ધીમી ઇનિંગ રમી. ધોનીએ 61 બૉલમાં 56 રન બનાવ્યા. ધોનીની બેટિંગથી કેટલાક ફેન્સ નારાજ હતા, છતાં મોટા ભાગના ફેન્સે ધોનીને તેની બેટિંગના કારણે લિજેન્ડ ગણાવ્યો હતો. જેનું કારણ રસપ્રદ છે.
ધોનીએ શરૂઆતમાં ધીમી બેટિંગ કરીને ટીમને સ્ટેબલ થવા માટે સિંગલ-ડબલ રન લીધા હતા. બાદમાં ધોનીએ પોતાનો જુનો અંદાજ બતાવતા બેટિંગ કરી. ધોનીની બેટિંગમાં 56 રન નીકળ્યા, જેમાં પહેલા 26 રન 45 બૉલમાં બનાવ્યા અને બાકીના 30 રન માત્ર 16 બૉલમાં બનાવીને દમદાર બેટિંગનો પરિચય આપ્યો, જેમાં 57.78ની સ્ટ્રાઇક રેટથી 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે ઇનિંગ રમીને નૉટ આઉટ રહ્યો હતો. ધોનીની પાછળની બેટિંગના કારણે ફેન્સે તેને ફરી એકવાર લિજેન્ડનું બિરુદ આપ્યુ. સોશ્યલ મીડિયા પર ધોનીની ધીમી બેટિંગ છતાં આ કારણે ફેન્સ તેને લિજેન્ડ ગણાવી રહ્યાં હતા.
ધોનીએ શરૂઆતમાં ધીમી બેટિંગ કરીને ટીમને સ્ટેબલ થવા માટે સિંગલ-ડબલ રન લીધા હતા. બાદમાં ધોનીએ પોતાનો જુનો અંદાજ બતાવતા બેટિંગ કરી. ધોનીની બેટિંગમાં 56 રન નીકળ્યા, જેમાં પહેલા 26 રન 45 બૉલમાં બનાવ્યા અને બાકીના 30 રન માત્ર 16 બૉલમાં બનાવીને દમદાર બેટિંગનો પરિચય આપ્યો, જેમાં 57.78ની સ્ટ્રાઇક રેટથી 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે ઇનિંગ રમીને નૉટ આઉટ રહ્યો હતો. ધોનીની પાછળની બેટિંગના કારણે ફેન્સે તેને ફરી એકવાર લિજેન્ડનું બિરુદ આપ્યુ. સોશ્યલ મીડિયા પર ધોનીની ધીમી બેટિંગ છતાં આ કારણે ફેન્સ તેને લિજેન્ડ ગણાવી રહ્યાં હતા. That's how you bounce back and reply those 'Strike Rate Fans' !! ???? @msdhoni #Dhoni pic.twitter.com/eeErHSwqru
— MSD Zealot! (@Vidyadhar_R) June 27, 2019
#dhoni finished off in style now every one is deleting his few minutes earlier tweets ????????????????????
— ABHISHEK SHARMA (@ABHISHEK8881212) June 27, 2019
Once a legend ???? always a legend ????#Dhoni pic.twitter.com/kzGEXAbkrd
— I_am_Harish (@harish12137) June 27, 2019
વધુ વાંચો





















