શોધખોળ કરો
Advertisement
મેચ પહેલા સ્ટેડિયમ બહાર લાગી આગ, આ ક્રિકેટરે દોડ્યો આગ ઓલવવા, જુઓ Video
મેચ પહેલા સ્ટેડિય પરિસરની બહાર સૂકા ઘાસમાં અચાનક આગ લાગી હતી.
નવી દિલ્હીઃ બિગ બેશ લીગમાં છવાયેલ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સમવેલ એક વખત ફરી ચર્ચામાં છે. પરંતુ આ વખતે મેદાનમાં શાનદાર ઇનિંગ માટે નહીં પણ મેદાનની બહાર આગ ઓલવવાને લઈને ચર્ચામાં છે. બિગ બેશ લીગની 17મી મેચ પહેલા લોન્સેસ્ટનના આઉરોરા સ્ટેડિયમની બહાર આગ લાગી હતી. જ્યારે મેક્સવેલે આગ જોઈ તો તરત જ હરકતમાં આવ્યા અને આગ ઓલવવા માટે લાગી ગયા હતા.
મેચ પહેલા સ્ટેડિય પરિસરની બહાર સૂકા ઘાસમાં અચાનક આગ લાગી હતી. આ દરમિયાન ડેલ સ્ટેન અને મેક્સવેલ પાસે જ ઉભા હતા. પરંતુ જેવા જ મેક્સવેલનું ધ્યાન આગ તરફ ગયું તો તરત જ તે આગ ઓલલવા માટે લાગી ગયા હતા. આ દરમિયાન સ્ટેને આ ઘટનાનો સમગ્ર વીડિયો બનાવ્યો અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો છે.
તમને જણાવી દઈએ હાલમાં ઓસ્ટ્રેલિયામાં જંગલોની આગનો કોહરામ મચેલો છે. આગના કારણે હજારો હેક્ટર જંગલ સળગી ગયા છે. લાખો જાનવરો આગમાં સળગી ગયા છે. ઘણા લોકો પોતાના ઘર ગુમાવી ચુક્યા છે. આટલું જ નહીં આગના કારણે ઓસ્ટ્રેલિયામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. હાલમાં જ બીગ બેશ લીગનાં ખરાબ હવાના કારણે મેચ રદ કરવી પડી હતી. જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ઘટના હતી. મેક્સવેલ બિગ બેશ લીગમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે 3 ઇનિંગ્સમાં 190થી વધારે સ્ટ્રાઇક રેટથી 128 રન બનાવ્યા છે. મેક્સવેલ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 8 ફોર અને 9 સિક્સર ફટકારી ચૂક્યો છે.Via the Instagram story of @DaleSteyn62: Glenn Maxwell to the rescue! The @StarsBBL skipper had a bizarre pre-game interruption in Launceston 🧯 #BBL09 pic.twitter.com/uN0PZ82UVl
— KFC Big Bash League (@BBL) December 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement