શોધખોળ કરો
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન બૉબ વિલિસનું 70 વર્ષની વયે નિધન, લાંબા રન અપ અને ઘાતક બોલિંગ માટે હતા જાણીતા
લાંબા રનઅપ માટે જાણીતા ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર બોબ વિલીસે તેમની આક્રમક બોલિંગથી અનેક બેટ્સમેનોના છક્કા છોડાવ્યા હતા. 1981ની એશિઝ સીરિઝમાં તેમણે ઘાતક બોલિંગથી ઈંગ્લેન્ડને શાનદાર જીત અપાવી હતી.

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની 1981ની એશિઝ જીતના હીરો રહેલા ફાસ્ટ બોલર બોબ વિલિસનું બુધવારે 70 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ ઘણા સમયથી થાયરોઈડ કેન્સરથી પીડાતા હતા. ગૂજના પેટા નામે જાણીતા બોબના પરિવારમાં પત્ની, પુત્ર, પુત્રી અને બહેન છે.
તેના પરિવારે જણાવ્યું કે, અમારા પ્રિય બોબ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ એક આદર્શ પતિ, પિતા, ભાઈ અને દાદા હતા. તેમણે તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોને પ્રભાવિત કર્યા. અમને તેમની ખોટ સાલશે. તેમણે 90 ટેસ્ટમાં 325 વિકેટ ઝડપી હતી. 1970-71માં 21 વર્ષની વયે એલન વર્ડના સ્થાને એશિઝ સીરિઝ માટે ટીમમાં સામેલ કરાયા હતા. ઈંગ્લેન્ડે આ સીરિઝ 2-0થી જીતી હતી.England great Bob Willis 1949-2019 90 Tests 325 wickets Ashes hero May he rest in peace. pic.twitter.com/EsqgYX8qAL
— ICC (@ICC) December 4, 2019
લાંબા રનઅપ માટે જાણીતા ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર બોબ વિલિસે તેમની આક્રમક બોલિંગથી અનેક બેટ્સમેનોના છક્કા છોડાવ્યા હતા. 1981ની એશિઝ સીરિઝમાં તેમણે ઘાતક બોલિંગથી ઈંગ્લેન્ડને શાનદાર જીત અપાવી હતી. સીરિઝની ત્રીજી મેચમાં બોબે 43 રનમાં 8 વિકેટ ઝડપી હતી. જેના કારણે ઈંગ્લેન્ડનો મેચમાં 18 રનથી વિજય થયો હતો. તેમણે 18 ટેસ્ટમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશિપ સંભાળી હતી. બોબે 64 વન ડેમાં 80 વિકેટ પણ લીધી છે. 1984માં તેમણે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. દેશને રડાવી રહી છે ડુંગળીઃ 4 મહિનામાં 20થી 150 રૂપિયા સુધી પહોંચ્યો ભાવ, કોંગ્રેસનું આજે સંસદ ભવનમાં પ્રદર્શન હેલ્મેટ વગર શહેરમાં બાઇક ચલાવવાની રાજ્ય સરકારે છૂટ આપ્યા બાદ અમદાવાદના કમિશ્નરે લોકોને શું કરી અપીલ, જાણો વિગત પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડરે જસપ્રીત બુમરાહને ગણાવ્યો ‘બેબી બોલર’, કહ્યું- તેની બોલિંગ.......Cricket has lost a dear friend.
— England and Wales Cricket Board (@ECB_cricket) December 4, 2019
વધુ વાંચો





















