શોધખોળ કરો
Advertisement
ગૌતમ ગંભીરે ભારતના કયા ખેલાડીને કહ્યું હવે આવી ગયો તારો સમય, જાણો વિગતે
ખાસ વાત છે કે, હાલમાં વિજય હજારે ટ્રૉફીમાં ડબલ સેન્ચૂરી ફટકારીને સિલેક્ટર્સને સિલેક્ટ કરવા માટે સંજૂએ મજબૂર કરી દીધા હતા
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને વર્લ્ડકપ વિનર ખેલાડી ગૌતમ ગંભીરે એક ટ્વીટ કરીને સંજૂ સેમસનના વખાણ કર્યા છે. તાજેતરમાં જ બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ટી20 સીરીઝમાં યુવા બેટ્સમેન વિકેટકીપર સંજૂ સેમસનને ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે, આ વાતને લઇને ગૌતમ ગંભીર ખુબ ખુશ છે.
ટ્વીટમાં લખ્યુ- સંજૂ સેમસન માટે આ શાનદાર મોકો છે, અને અને યોગ્ય સમયે ગેમમાં રમાયેલો શૉટ. ટી20 ટીમમાં સિલેક્શન માટે અભિનંદન. હલકા હાથ, સ્ફૂર્તિલા પગ અને આશા છે કે સંતુલિત માથુ.... જાઓ સંજૂ આ તારો સમય છે, જે લાંબા સમયથી ન હતો આવ્યો...
ગૌતમ ગંભીરે સંજૂ સેમસન માટે ટ્વીટ કર્યુ છે, આ મોકો છે બન્ને હાથથી ઉઠાવી લેજે. ઉલ્લેખનીય છે કે, ગંભીર છેલ્લા કેટલાય સમયથી ભારતીય ટીમમાં સિલેક્શન માટે સંજૂ સેમસનની તરફેણ કરતો હતો, હવે તેને ટીમમાં મોકો મળ્યો છે. સંજૂ સેમસન ગંભીરની સાથે આઇપીએલમાં પણ રમી ચૂક્યો છે. ખાસ વાત છે કે, હાલમાં વિજય હજારે ટ્રૉફીમાં ડબલ સેન્ચૂરી ફટકારીને સિલેક્ટર્સને સિલેક્ટ કરવા માટે સંજૂએ મજબૂર કરી દીધા હતા.This is well & truly through the gap by @IamSanjuSamson!!! Congratulations on being picked in the T20 squad. Soft hands, nimble feet and hopefully a sane head...go Sanju grab ur moment, long overdue. @BCCI
— Gautam Gambhir (@GautamGambhir) October 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement