પ્રૉ કબડ્ડી લીગ: પહેલી સિઝનની ચેમ્પીયનને હરાવીને ગુજરાતી જાયન્ટ્સે જીત સાથે કરી સિઝનની શરૂઆત, જાણો વિગતે
ગુજરાતની જીતમાં રાકેશ નરવાલ અને ગિરીશ એરનાકે 7-7 પૉઇન્ટ હાંસલ કર્યા. જ્યારે રાકેશે 6 અને પરવેશ ભેંસવાલે 4 પૉઇન્ટ હાંસલ કર્યા.
Pro Kabaddi League - ગુરુવારે બેંગ્લુરુના શેરાટૉન ગ્રાન્ટ વ્હાઇટફીલ્ડમાં રમાયેલી પ્રૉ કબડ્ડી લીગની ચોથી મેચમાં ગુજરાત જાયન્ટ્સે જયપુર પિન્ક પેન્થર્સને 34-27 થી હરાવી દીધુ. આ મેચ સાથે ગુજરાતની ટીમે સિઝન 8માં જીત સાથે શરૂઆત કરી છે.
ગુજરાતની જીતમાં રાકેશ નરવાલ અને ગિરીશ એરનાકે 7-7 પૉઇન્ટ હાંસલ કર્યા. જ્યારે રાકેશે 6 અને પરવેશ ભેંસવાલે 4 પૉઇન્ટ હાંસલ કર્યા. પિન્ક પેન્થર્સ માટે દીપક નિવાસ હુડ્ડા પોતાનો જાદુ ના ચલાવી શક્યો. જ્યારે અર્જૂન દેશવાલે સુપર ટેન રેડ પુરુ કર્યુ. જયપુરની ટીમ તરફથી નિતિન રાવલ, અમિત હુડ્ડા અને સંદીપ ધૂલે પણ બે-બે પૉઇન્ટ હાંસલ કર્યા હતા. પરંતુ તે પોતાની ટીમને જીત ન હતા અપાવી શક્યા.
ગુજરાત જાયન્સના રાકેશ નરવાલે રેડની સાથે મેચ શરૂ કરી, તેની રેડ તો નિષ્ફળ રહી, પરંતુ દીપક નિવાસ હુડ્ડાએ જયપુરની પહેલી રેડમાં ખાતુ ખોલી દીધુ. પહેલી 10 મિનીટમાં જયપુર પિન્ક પેન્થર્સના રેડર્સે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. પરંતુ છેલ્લી પાંચ મિનીટમાં મેચે પલટી મારી દીધી, અને ગુજરાત હાવી થઇ ગયુ હતુ. મેચની છેલ્લી રેડમાં અર્જૂન દેસવાલે ટેકલ થઇ ગયા અને ગુજરાત જાયન્ટ્સે 34-27થી આ મેચ પોતાના નામે કરી લીધી. ગુજરાત માટે ગિરીશ અરનાકે 7 અને પરવેશ ભેંસવાલે 4 ટેકલ પૉઇન્ટ હાંસલ કર્યા હતા. મેચમાં ગુજરાતની શાનદાર જીત થઇ હતી.
આ પણ વાંચો.........
J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે
UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?
Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ
કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો