પંડ્યાએ તેની ટીમના સ્ટાફનાં ભરપૂર વખાણ પણ કર્યાં. તેનું માનવું છે કે, તેમણે વર્તમાન ટીમમાં સારા પ્રદર્શનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હાર્દિકે કહ્યું કે, ‘આ પેઢીના ખેલાડીઓની સારી બાબત એ છે કે, તમારું અંત સુધી સમર્થન કરવામાં આવે છે. અમે એકબીજાને સપોર્ટ કે ચિયર કરવાનો પ્રયાસ કરીએ છીએ, આ સિવાય ટીમનો અન્ય સ્ટાફ પણ અમને અમારી નેચરલ ગેમ રમવાની આઝાદી આપે છે.’
2/4
પોતાના પ્રદર્શન વિશે હાર્દિકે કહ્યું કે, ‘સાચું કહું તો ટ્વેન્ટી 20 ફોર્મેટને હું એક અજીબ ગેમની જેમ જોઉં છું. અહીં તમારે તમારી સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાની હોય છે. મને હજી પણ યાદ છે કે, 22 રન આપ્યા બાદ પણ હું સામાન્ય હતો. જો તમે યોગ્ય લેન્થ સાથે બોલિંગ કરો અને આ પ્રકારની પીચ પર વિકેટ પ્રાપ્ત કરો તો અંતે તમે રન રોકી શકો છો. મારું ધ્યાન માત્ર યોર્કર ફેંકવાને બદલે અલગ અલગ બોલ નાખવા પર હતું, કારણ કે સારી લેન્થની સાથે બોલિંગ કરવી મહત્ત્વની છે. સામે બાઉન્ડ્રી પણ ખૂબ નાની હતી.’
3/4
હાર્દિકે કહ્યું કે, ‘પહેલી બે મેચમાં ખરાબ પ્રદર્શન કર્યા બાદ તે જે ઇનિંગ રમ્યો તે ખાસ હતી. આ જ બતાવે છે કે, ખેલાડીઓને ટીમ અને પોતાના પર કેટલો ભરોસો છે. આ બધું એક સ્ટાફના સહકારને કારણે થાય છે.’ રોહિત પહેલી બે ટ્વેન્ટી 20 મેચોમાં અનુક્રમે 32 અને પાંચ રનની ઇનિંગ રમી શક્યો હતો, પરંતુ રવિવારે તેણે માત્ર 56 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ સિક્સની મદદથી અણનમ 100 રનની ઇનિંગ રમીને ભારતના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પંડ્યાએ પણ ઑલરાઉન્ડર પ્રદર્શન કરી 38 રને ચાર વિકેટ ઝડપ્યા બાદ માત્ર 14 બોલમાં 33 રન નોંધાવ્યા હતા.
4/4
નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં ભારતની જીતનો શ્રેય રોહિત શર્માને આપતા કહ્યું કે, બે સામાન્ય ઇનિંગ બાદ આ બેટ્સમેને વિશેષ ઇનિંગ રમી. રોહિતે રવિવારે પોતાની ત્રીજી ટી-20 આંતરરાષ્ટ્રીય સેન્ચુરી ફટકારી જેના જોરે ભારતે 199 રનનો ટાર્ગેટ સાત વિકેટે બાકી હતી ત્યારે જ મેળવી લીધી હતો અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચની સીરીઝ 2-1થી જીતી હતી.