શોધખોળ કરો
વિરાટ કોહલીથી પણ વધારે ફિટ છે આ પાકિસ્તાની ખેલાડી, યો-યો ટેસ્ટમાં વિરાટને પછાડ્યો
1/3

યો-યો ટેસ્ટમાં હસન અલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું તો ઓલરાઉન્ડર ઇમાદ વસીમ તેમાં ફેલ થયો હતો. પાકિસ્તાન ક્રિકેટે યો-યો ટેસ્ટ માટે 17.4નો સ્કોર નિર્ધારિત કર્યો હતો પણ વસીમ 0.2ના માર્જિનથી ટેસ્ટમાં ફેલ થયો હતો.
2/3

યો-યો ટેસ્ટમાં હસન અલીનો વિરાટ કરતા વધારે સ્કોર કરવો મોટી વાત છે કારણ કે ભારતીય કેપ્ટનને હાલના સમયમાં સૌથી ફિટ ક્રિકેટર ગણવામાં આવે છે. હસન અલીએ ફક્ત વિરાટ જ કરતા જ નહીં ટીમ ઇન્ડિયાના બધા ખેલાડીઓ કરતા વધારે સ્કોર કર્યો છે. યો-યો ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધારે સ્કોર મનીષ પાંડેનો છે. તેણે યો-યો ટેસ્ટમાં 19.2નો સ્કોર મેળવ્યો છે.
Published at : 05 Sep 2018 08:06 AM (IST)
View More





















