શોધખોળ કરો
Advertisement
ICC વનડે ક્રિકેટમાં લાગુ કરશે આ નવો નિયમ, હવે નો-બોલનો અધિકાર પણ......
2016માં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વન-ડે શ્રેણી દરમિયાન આ ટ્રાયલનો અમલ કરાયો હતો.
નવી દિલ્હીઃ આઈસીસી ટીવી અમ્પાયરોને વધારે સશક્ત કરવા માટે તેને ટૂંકમાં આગળના પગના નો બોલ આપવાનો નિર્ણયનો અધિકાર આપશે. જોકે તેને હાલમાં મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ટ્રાયલ તરીકે લાગુ કરવામાં આવશે. આઈસીસી નિર્ણય કરશે કે આગામીછ મહિનામાં કઈ કઈ સીરીઝમાં તે આ ટ્રાયલને લાગુ કરશે.
નોંધનીય છે કે, 2016માં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વન-ડે શ્રેણી દરમિયાન આ ટ્રાયલનો અમલ કરાયો હતો. ક્રિકઇન્ફોએ આઇસીસીના ઓપરેશન મેનેજર જ્યોફ એલાર્ડિસને ટાંકીને જણાવ્યું હતું કે ત્રીજા અમ્પાયરને આગળનો પગ ક્રિઝ પાસે પડયા બાદ કેટલીક સેકન્ડ બાદ ફૂટેજ આપવામાં આવશે અને તે ફિલ્ડ અમ્પાયરને નો-બોલ છે કે નહીં તે જણાવશે. અમ્પાયર જ્યાં સુધી કોઈ અન્ય નિર્ણય નહીં લે ત્યાં સુધી બોલને માન્ય ગણવામાં આવશે.
છેલ્લા ટ્રાયલ દરમિયાન થર્ડ અમ્પાયરને ફૂટેજ આપવા માટે એક હોકઆઇ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એલાર્ડિસે જણાવ્યું હતું કે ફૂટેજ થોડાક સમય માટે દેખાડવામાં આવશે. જ્યારે પગ લાઇન તરફ આગળ વધશે ત્યારે ફૂટેજ સ્લો મોશનમાં દેખાશે. આ ફૂટેજ લાઇન પર પગ પડતાના સમયે રોકાઈ જશે. ત્યારબાદ ફૂટેજના આધારે થર્ડ અમ્પાયર નિર્ણય લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion